મોરબી ટ્રાફિકગ્રસ્ત વિસ્તારમાં ફૂટપેટ્રોલિંગ કરતા પીઆઈ સોનારા

મોરબી:મોરબી મા છેલ્લા કેટલાક સમય થી ટ્રાફીક ની સમસ્યા વકરી રહી છે જે અનુસંધાને આજે મોરબી મા કઙક અને કર્તવ્યનિષ્ઠ અધિકારી ની છબી ધરાવતા એ ડીવીઝન પીઆઈ બી.પી.સોનારા એ શહેરના મુખ્યમાર્ગો ઉપર ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ એ ડિવિઝન પીઆઇ સોનારાએ સ્ટાફ સાથે પરાબજાર, નહેરૂગેઈટ,ગેસ્ટહાઉસ રોડ,વીસી પરા ,સ્ટેશન રોડ,સાવસર પ્લોટ મેઈન રોડ,જુના બસ્ટેન્ડ,રામચોક,રવાપર રોડ ગાંધીચોક,શાક માર્કેટ, સિવીલ હોસ્પીટલ સહીત ના રસ્તાઓ પર ફુટપેટ્રોલીંગ કર્યું હતું.

પેટ્રોલિંગ દરમિયાન અડચણરૂપ વાહનો ને ડિટેઇન કરી તેમજ ટ્રાફીકને નડતર રૂપ લારી-ગલ્લાઓ હટાવ્યા હતા.
આ ઉપરાંત નબીરાઓ એ બાઈક પાછળ લખાવેલ નામ તેમની પાસે જ કઢાવી કાયદેસર ની દંડાત્મક અને કડક કાર્યવાહી કરી હતી જેમા સિવીલ હોસ્પીટલ મા દેશી દારૂઙીયાઓ નો અડ્ડો હોય હોસ્પીટલ ના પાર્કીંગ અને સંવેદનશીલ જગ્યાઓ નુ પીઆઈ બી.પી.સોનારા એ સમગ્ર હોસ્પીટલ નુ જાતે ચેકીંગ હાથ ધરી ગેરકાયદેસર પ્રવૃતિ કરનારાને આડેહાથ લીધા હતા.

જો આ રીતે જ આવા કડક અધિકારી પોતાની આગવી સુઝબુઝ થી આકસ્મીક ચેકીગ ચાલુ રાખે તો મોરબી ના ટ્રાફીક નો પ્રશ્ન હલ થવાની સાથે લુખ્ખાઓ પણ કાબુમાં આવશે.