સિરામિક પ્રોડક્ટ નિકાસમાં એમઇઆઈએસ નો 3%નો લાભ પુનઃ શરૂ કરતી કેન્દ્ર સરકાર

- text


સાંસદ સભ્ય મોહનભાઈનો આભાર વ્યક્ત કરતું સીરામીક એસોસિએશન

મોરબી:સિરામિક પ્રોડક્ટની વિદેશ નિકાસમાં સરકાર દ્વારા 3% એક્સઆઇઝ ડ્યુટી માફીની એમઇઆઈએસ સ્કીમ પુનઃ શરૂ કરતાં મોરબીના સીરામીક ઉદ્યોગમાં હર્ષની લાગણી વ્યાપી છે.
એમઇઆઈએસ સ્કીમ જે ભારત સરકાર દ્વારા એક્સપોર્ટ ની અંદર ૩ % મળતી હતી પરંતુ છેલ્લા જાન્યુઆરી મહિના થી આ સ્કીમ મા આપણી પ્રોડક્ટ ની બાદબાકી થતા આ ફાયદો સિરામીક ના એકસપોર્ટરે ને મળતો ના હતો. પરંતુ કેન્દ્ર સરકારના વિદેશ વિભાહ દ્વારા આજે ખાસ નોટીફીકેશન બહાર પડ્યું છે અને તેને જુની તારીખ થી લાગુ પાડેલ છે.
સિરામિક ઉદ્યોગની લાગણી અને માગણી કેન્દ્રમાં પહોચાડી પુનઃ આ યોજનાનો લાભ શરૂ કરવા બદલ સાંસદ શ્રી મોહનભાઇ કુંડારીયા નો આ તકે સિરામિક એસોસિએશને ખાસ આભાર માની તેમને અવારનવાર આ મુદ્દે ચર્ચા કરીને મીનીસ્ટરી માથી અપડેટ કરાવી અને આજે MEIS નો 3 % નો લાભ ચાલુ કરી શકયા તો ફરીથી મોરબી સિરામીક એશોસીએસન બધા મેમ્બરો વતી તેમનો અને કેન્દ્ર સરકાર નો આભાર માન્યો હતો.

- text

- text