મોરબી જિલ્લાના પૂરઅસરગ્રસ્તોને અપૂરતી સહાય ચુકવાયાનો કૉંગ્રેસનો આરોપ

- text


જિલ્લા કૉંગ્રેસ પ્રમુખ મેરજા અને કારોબારી ચેરમેન ચીખલીયા દ્વારા રજૂઆત

મોરબી : પૂરઅસરગ્રસ્ત મોરબી જિલ્લામાં સરકાર દ્વારા ચુકવવામાં આવેલી સહાય અપૂરતી હોવાનો આરોપ જિલ્લા કૉંગ્રેસ પ્રમુખ બ્રિજેશ મેરજા અને જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેને લગાવી ઘનિષ્ઠ સહાય ચૂકવવા માંગ કરી છે.
જિલ્લા કૉંગ્રેસ પ્રમુખ બ્રિજેશ મેરજા એ જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરી જણાવ્યું હતું કે અતિવૃષ્ટિ થી જિલ્લામામોટા પ્રમાણમાં નુકશાન થવા પામ્યું છે અને ખેડૂતો,શ્રમિકો અને માલધારીઓ ભારે સહન કરવું પડ્યું છે આ સંજોગો માં સરકાર દ્વારા ચુકવવામાં આવેલ સહાય અપૂરતી હોવાનું જણાવી યોગ્ય સર્વે કરી ખેડૂતો ને ઉભા પાકમાં થયેલ નુકશાન નું વળતર ચુકવવા માંગ કરી છે.
એજ રીતે જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના ચેરમેન કિશોરભાઈ ચીખલીયાએ જિલ્લામાં ટપક પધ્ધતીથી ખેતી કરતા ખેડૂતોને વ્યાપક ઉકાશન હોવાનૌ જણાવી ટપક પદ્ધતિથી કહેતી કરતા ખેડૂતો તેમજ જે ખેડૂતોની જમીન નું ધોવાણ થયું છે તેવા ખેડૂતોને તાકીદે સહાય ચૂકવવા માંગ કરી હતી.
આ ઉપરાંત ભારે વરસાદ ને કારણે જિલ્લામા બીએસએનએલની સેવા ખોરવાઈ હોય તાકીદે ફોન સેવા પૂર્વવત કરવા પગલાભારવા માંગણી કરવામાં આવી હતી.

- text

- text