મોરબી :.કલેકટરના અધ્યક્ષ સ્થાને ઓપન હાઉસ બેઠક યોજાઇ

- text


મોરબી :.કલેકટરના અધ્યક્ષ સ્થાને ઓપન હાઉસ બેઠક યોજાઇ

૧૪ બીન ખેતીના કેસોનો નિકાલ કરાયો હતો અને ૮૪ એકર જમીન બીનખેતી કરાઇ

- text

મોરબી જિલ્લાના બીનખેતીના કેસોના ઝડપથી નિકાલ આવે તે માટે કલેકટરના અધ્યક્ષ સ્થાને ઓપન હાઉસ બેઠક યોજાઇ હતી. જેમાં ૧૪ બીન ખેતીના કેસોનો નિકાલ કરાયો હતો અને ૮૪ એકર જમીન બીન ખેતી કરાઇ હતી.
મોરબી જિલ્લા કલેકટર કચેરીએ કલેકટર આઈ.કે. પટેલના અધ્યક્ષ સ્થાને બીનખેતીના કેસોના નિકાલ માટે ઓપન હાઉસ આયોજન કરવામાં આવ્યું હતું. ૧૪ બીન ખેતીના કેસોનું નિરાકરણ કરાયું હતું. જેમાં મોરબીના ૯, વાંકાનેરના ૩ અને ટંકારાના ૨ બીન ખેતીના કેસોનો સમાવેશ થયો છે. કલેકટરે આ બીન ખેતીના ૬ હુકમ તાત્કાલિક આપ્યા હતા તથા ૮ જેટલા બીન ખેતીના કેસોને સૌધ્દ્ધાંતિક મંજૂરી આપી હતી. આ બેઠકમાં કલેકટરની સાથે બીન ખેતી શાખાનાં નાયબ મામલતદાર મહેતા તથા એચ.જી.ચૌહાણ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

- text