- text
હળવદના જમનાબેનને ઓનલાઇન ફરિયાદ કરતા પુરવઠા વિભાગે ફરિયાદીને જ આરોપી બનાવી દીધા જેવો ઘાટ
હળવદ : ના રહેગા બાસ ના બજેગી બાંસુરી ઉક્તિની જેમ મોરબી જિલ્લા પુરવઠા તંત્રમાં ચાલતી લોલમલોલ સામે આવાજ ઉઠાવી દુકાનદાર ઓછું અનાજ આપતો હોવા અંગે ઓનલાઇન ફરિયાદ કરનાર મહિલાનું અનાજ બંધ કરી દેવાતા પુરવઠા વિભાગના આંધળા, બહેરા તંત્ર સામે પ્રશ્નાર્થ ખડા થયા છે.
હળવદ તાલુકાના સુંદરગઢ ગામે રહેતા જમનાબેન લકુમ નામના રાશનકાર્ડ ધારકને ગામની સસ્તા અનાજની દુકાનમાંથી સાડા ત્રણ કિલો અનાજ મળતુ હતુ. જોકે, પુરવઠા વિભાગની વેબસાઇટમાં તેઓને સાત કિલો અનાજ મળવાપાત્ર હોવાનું દર્શાવાયુ હતુ. આથી આ મુદ્દે જમાનાબેન દ્વારા પુરવઠા વિભાગમાં ઓનલાઇન ફરીયાદ કરવામાં આવી હતી.
આ ફરિયાદના એક જ મહિના બાદ તેઓને રાશનકાર્ડ દ્વારા અનાજ આપવાનું બંધ કરવામાં આવ્યુ. આ મુદ્દે પુરવઠા વિભાગમાં તપાસ કરી તો જવાબ મળ્યો કે, તેઓ જમીન ધરાવતા હોવાથી રાશનકાર્ડમાં અન્ન અને પુરવઠાનો લાભ ન મળી શકે. આ અંગે જમાનાબેને જણાવ્યુ કે, મારા ખાતે પાંચ વીઘાથી પણ ઓછી જમીન છે. જયારે સુંદરગઢ ગામમાં મારાથી વધુ જમીન ધરાવતા લોકોને પણ રાશનકાર્ડમાં અનાજ મળે છે. આ સંજોગોમાં તેઓએ પુરવઠા વિભાગના કમાઉ દીકરા એવા ગામના દુકાનદારની ઓનલાઇન ફરીયાદ કરી હોવાથી અમારૂ રાશન બંધ કરવામાં આવ્યુ હોવાનું જણાવ્યું હતું.
- text
નાગરિકોને પુરવઠા વિભાગ દ્વારા જે અનાજ સહિતની વસ્તુઓ આપવામાં આવે છે એની ચકાસણી ઓનલાઇન પણ થઇ શકે છે. પુરવઠા વિભાગની વેબસાઇટ ( https://dcs-dof.gujarat.gov.in/ ) ઉપર આપને કેટલી વસ્તુઓ મળવાપાત્ર છે એની ચકાસણી તમે પણ કરી શકો છો. આ ઉપરાંત પુરવઠા વિભાગના હેલ્પલાઇન નંબર 18002335500 દ્વારા પણ માહિતી મળી શકે છે.
મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..
આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..
- text