વાંકાનેરમાં વિશ્વ યોગ દિને વેક્સીનેશન મહાઅભીયાન યોજાયું

- text


વાંકાનેર : વાંકાનેરમાં આજે વિશ્વ યોગ દિન નિમિતે કોવિડ-૧૯ વેક્સીનેશનનું મહાઅભીયાન યોજવામાં આવ્યું હતું. જેમાં લોકોને વેક્સિન આપવામાં આવી હતી તેમજ સેવાભાવીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

આજે તારીખ ૨૧/૦૬/૨૦૨૧ ના રોજ વિશ્વ યોગ દિન નિમિતે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપણીના નેજા હેઠળ યોજાયેલ કોવિડ-૧૯ વેક્સીનેશનના મહાઅભિયાન કાર્યક્રમ અન્વયે સરકારી હોસ્પિટલ વાંકાનેર ખાતે કોવિડ-૧૯ વેક્સીનેશનનું મહાઅભીયાન યોજાયેલ હતું. જે મહાઅભીયાનનુ દિપ પ્રાગટ્ય વાંકાનેર વિસ્તારના ધારાસભ્ય મહમદ જાવેદ પિરજાદાના હસ્તે કરી શુભારંભ કરવામાં આવેલ હતો.

આ મહાઅભિયાનમાં વાંકાનેરના પ્રાંત અધિકારી શેરસીયા, વાંકાનેર નગરપાલીકા પ્રમુખ જયશ્રીબેન સેજપાલ અને શહેર ભાજપ પ્રમુખ પરેશભાઇ મઢવી, ભાજપ કોર્પોરેટર ગજુભા રાઠોડ, ભરતભાઇ ઠાકરાણી, ઘનશ્યામભાઇ ઢોલરીયા નોબેલ સીરામીક તથા દેવદયા ચેરી ટેબલ ટ્રસ્ટના ઉપપ્રમુખ અનંતરાય મહેતા, સરકારી હોસ્પિટલ વાંકાનેરના અધિક્ષક ડો. ફાલ્ગની કે. ત્રીવેદી, આર.એમ.ઓ. ડો. એચ.ડી.પરમાર અને તબીબી અધિકારી, નર્સિંગ સ્ટાફ, અન્ય પેરામેડીકલ સ્ટાફ દ્વારા હાજરી અપાયેલ હતી.

- text

આ મહાઅભીયાન દરમ્યાન ૨૫ જેટલા લાભાર્થીઓને તત્કાલમાં નોંધણી કરીને કોવિડ-૧૯ ની વેક્સીન આપવામાં આવેલ હતી. તેમજ કોવિડ-૧૯ મહામારીની કપરી પરીસ્થિતીમાં હોસ્પિટલ માટે ખડેપગે નિ:સ્વાર્થ સેવા આપેલ દાતાઓનું સન્માન કરી તેઓનો આભાર વ્યક્ત કરવામાં આવેલ હતો.

- text