સામાજિક કાર્યકર હસીનાબેન અને પંચમુખી ટ્રસ્ટ દ્વારા બિનવારસી અસ્થિનું વિસર્જન કરાયું

- text


જૂનાગઢ દામોદર ફૂડમાં વિધિવત વિસર્જન કરવામાં આવ્યું

મોરબી : મોરબી સિવિલ હોસ્પિટલના સામાજિક કાર્યકર હસીનાબેન લાડકા તેમજ પંચમુખી ટ્રસ્ટ દ્વારા 25 બિનવારસી અસ્થિઓનું જૂનાગઢના દામોદર કુંડમાં વિસર્જન કરાયું હતું.

આજે તારીખ 23 મેના રોજ હસીનાબેન લાડકા અને પંચમુખી ટ્રસ્ટ 25 બિનવારસી અસ્થિઓ લઈને જૂનાગઢ પહોંચ્યા હતા. હિન્દુ વિધિ પ્રમાણે અસ્થિઓનું દામોદર કુંડમાં વિસર્જન કરવામાં આવ્યું હતું અને મૃતકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી. આ તકે બસીરભાઈ લાડકા પણ હાજર રહી હિન્દુ-મુસ્લિમ ભાઈચારાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

- text

- text