મોરબી : મોરબી સહિત રાજ્યભરમાં હાર્ટએટેકનું પ્રમાણ ખૂબ જ વધ્યું છે ત્યારે મોરબી તાલુકાના વાઘપર ગામે માતાજીના પાટમા ધૂણતા ધૂણતા ભુવાજીને હાર્ટએટેક આવી જતા ભુવાજીનું મૃત્યુ નીપજ્યું હતું અને સમગ્ર ઘટના વીડિયોમાં કેદ થઈ હતી.પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકાના વાઘપર ગામે મગનભાઈ કલાભાઈ મકવાણાના ઘેર માતાજી અને નરસી ભગવાનના પાઠનું આયોજન કરવામાં આવ્યું હોય ભુવા પીઠભાઈ મકવાણા રહે.વાઘપર વાળા ધૂણતા હતા ત્યારે અચાનક જ ધૂણતા ધૂણતા હાર્ટએટેક આવી જતા ભુવાજી પીઠભાઈનું મૃત્યુ નિપજતા અરેરાટી વ્યાપી જવા પામી હતી.ઉલ્લેખનીય છે કે, સમગ્ર ઘટના વિડીયોમા કેદ થઈ જવા પામી હતી.