વૃક્ષારોપણ કરી તલાટી મંત્રીએ જન્મદિવસની ઉજવણી કરી

- text


સાપકડામાં તલાટી-કમ-મંત્રી પી.સી.વણઝરીયાએ અનોખી રીતે ઉજવ્યો જન્મદિવસ

મોરબી : સાપકડા ગ્રામ પંચાયતનાં તલાટી-કમ-મંત્રી પી.સી.કણઝરીયાના 40માં જન્મ દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી.

- text

આ ઉજવણીના ભાગરૂપે સાપકડામાં વૃક્ષારોપણની ઝુંબેશની શરૂઆત કરવામાં આવી છે. જેમાં તાલુકા વિકાસ અધિકારી મેહુલભાઈ સિંધવ, મનરેગા એ.પી.ઓ. દિનેશભાઇ સંઘાણી, પી.એચ.સી મેડિકલ ઓફિસર, અને સાપકડા ગ્રામ પંચાયત સરપંચ નટુભાઈ કણઝરીયા,સાપકડા ગ્રામ પંચાયત સ્ટાફ, સાપકડા પ્રાથમીક આરોગ્ય કેન્દ્રનો સ્ટાફ તથા સાપકડા ગ્રામજનો દ્વારા સાપકડા ગ્રામ પંચાયત અને પી.એચ.સી.માં 40 વૃક્ષ વાવી વૃક્ષ ઉછેરનો સકલ્પ લીધો હતો.

- text