વાંકાનેર: નવા ધમલપર ગામે ગેલ માતાજીના મંદિરે નવચંડી યજ્ઞ-સમાધિ પૂજનનું આયોજન

- text


વાંકાનેર : આગામી તારીખ 23મેને ગુરુવારના રોજ વાંકાનેરના નવા ધમલપર ગામે ગેલ માતાજીના મંદિરના 19માં પાટોત્સવ નિમિત્તે નવચંડી યજ્ઞ તથા સમાધિ પૂજનનું આયોજન કરવામાં આવ્યું છે.ગેલ માતાજીના મંદિરના 19માં પાટોત્સવ નિમિત્તે માતાજીનો નવચંડી યજ્ઞ યોજાશે સાથે જ વેરશી દાદાની સમાધિ પૂજનનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

પાટોત્સવ નિમિત્તે 22 મે ને બુધવારના રોજ રાત્રે 9 કલાકે ગૌશાળાના લાભાર્થે માતાજીનું માંડલું યોજાશે. જેમાં ડાક કલાકાર સાગરભાઈ માલણીયાત હાજર રહેશે. 23 મેના રોજ સવારે 8 કલાકે ગણપતિ પૂજન, 9 કલાકે સમાધિ પૂજન, 9-30 કલાકે સ્થાપના પૂજન, 10 કલાકે અભિષેક, 10-30 કલાકે હોમકાર્ય અને 12-30 કલાકે બીડું હોમવામાં આવશે. બપોરે 1 કલાકે મહાપ્રસાદનું આયોજન કરાયું છે.

- text

- text