- text
મોરબી : મોરબીના સામાકાંઠે વિસ્તારમાં આવેલી લાયન્સનગર પ્રાથમિક શાળામાં તા.28 ફેબ્રુઆરીના રોજ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે શાળાના બાળકોએ ઉત્સાહપૂર્વક વૈજ્ઞાનિક સિદ્ધાંતો આધારિત કુલ 28 થી વધુ વિવિધ મોડેલ્સનું નિર્માણ કર્યું હતું. જેમાં ચંદ્રયાન-૩, જાદુઈ મીણબત્તી, તરતા અક્ષરો, માઈન્ડ ગેમ , ચંદ્રગ્રહણ, સૂર્યગ્રહણ , સૌરમંડળ, વોટર રોકેટ,ન્યુટન ડિસ્ક, રોબોટિક હેન્ડ વગેરે પ્રોજેક્ટ્સ રજૂ કરવામાં આવ્યા હતા.શાળાના આચાર્ય દ્વારા તમામ વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોને અભિનંદન પાઠવવામાં આવ્યા છે.
- text
- text