મોરબીમાં ગ્રાફિક્સ ડિઝાઈનર, મેકઅપ આર્ટિસ્ટ અને ડ્રોન ટેક્નિશિયન જેવા કોર્ષ ફ્રીમાં

- text


પ્રધાનમંત્રી કૌશલ કેન્દ્રમાં રોજગારલક્ષી તાલીમ માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ

મોરબી : મોરબીમાં પ્રધાનમંત્રી કૌશલ કેન્દ્ર દ્વારા મોરબીમાં પહેલીવાર ૧૬ થી ૪૪ વર્ષના ભાઈઓ તથા બહેનોને ટૂંકા ગાળાના તાલીમ કોર્ષ વિનામૂલ્યે શરૂ કરવામાં આવનાર છે. તાલીમ દરમ્યાન બુક, યુનિફોર્મ, બેગ, આઈ-કાર્ડ વિનામૂલ્યે આપવામાં આવશે તેમજ સફળતાપૂર્વક તાલીમ પૂર્ણ કરનાર ને સરકાર માન્ય સર્ટિફિકેટ તેમજ નોકરી મેળવવામાં સંપૂર્ણ સહયોગ આપવામાં આવશે. હવે પછીના સત્ર માં તાલીમ માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ થઇ ગઈ છે. મર્યાદિત સંખ્યા માં એડ્મિશન લેવાના હોય વહેલા તે પહેલાના ધોરણે “પ્રધાનમંત્રી કૌશલકેન્દ્ર, મોરબી, ૪ થો માળ, ઘનશ્યામ માર્કેટ, વી-માર્ટની બાજુમા, રવાપર રોડ, મોરબી (મૉ.૭૪૮૭૦૭૬૩૭૪) નો સવારે 9 થી સાંજે 6 વાગ્યા દરમ્યાન રૂબરૂ સંપર્ક કરવો.  આધાર કાર્ડ, છેલ્લી માર્કશીટ, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, બેન્ક પાસબુક તેમજ પાસપોર્ટ સાઈઝ ફોટો સાથે લાવવો. તેમ સેન્ટર મેનેજર કપિલ રાઠોડની યાદીમાં જણાવાયુ છે.

- text

ઉપલબ્ધ કોર્ષ

● ડ્રોન સર્વિસ ટેક્નિશિયન (10 પાસ)

● ઇલેક્ટ્રોનિક્સ મશીન મેઇટેનન્સ એક્ઝિક્યુટિવ (8 પાસ)

● એડિટીવ મેન્યુફેક્ચરિંગ (3ડી પ્રિન્ટિંગ)(10 પાસ)

● બ્રાઇડલ, ફેશન એન્ડ પોર્ટફોલિયો મેકઅપ આર્ટિસ્ટ (10 પાસ)

● ગ્રાફીક ડિઝાઈનર (10 પાસ)

● સવિંગ મશીન ઓપરેટર – નિટ્સ (7 પાસ)

- text