મોરબી માર્કેટ યાર્ડ ખાતે 10મીએ આવાસ યોજના ઇ-લોકાર્પણ કાર્યક્રમ યોજાશે

- text


ડીસા ખાતે પ્રધાનમંત્રીની ઉપસ્થિતિમાં યોજાનાર કાર્યક્રમનું જીવંત પ્રસારણ દેખાડાશે 

મોરબૂ : પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત તા. ૧૦ના રોજ ડિસા ખાતે પ્રધાનમંત્રીના હસ્તે આંતરમાળખાકીય વ્યવસ્થાઓ સાથેના સુવિધાસભર આવાસોના ઈ-લોકાપર્ણ અને લાભાર્થીઓ દ્વારા બનાવેલ બી.એલ.સી.ઘટક હેઠળના આવાસોના ઈ-ગૃહપ્રવેશનો કાર્યક્રમ યોજાનાર છે. આ કાર્યક્રમનું જીવંત પ્રસારણનો પ્રોગ્રામ મોરબી નગરપાલિકા કક્ષાએથી ૬૫-મોરબી વિધાનસભા વિસ્તારમાં મોરબીના એ.પી.એમ.સી. માર્કેટ (માર્કેટીંગ યાર્ડ) શનાળા રોડ ખાતે સવારે ૧૨:૦૦ કલાક થી શરૂ થશે.

- text

મોરબી ખાતેના કાર્યક્રમનાં અધ્યક્ષ સ્થાને વિનોદભાઈ ચાવડા (સાંસદ સભ્ય) તેમજ મુખ્ય અતિથિ તરીકે કાંતિલાલ અમૃતિયા (ધારાસભ્ય) અને તમામ આગેવાનો તેમજ મોરબી જીલ્લાની વિવિધ કચેરીના અધિકારીઓ તથા પદાધિકારીઓ ઉપસ્થિતિમાં મુખ્ય કાર્યક્રમનું જીવંત પ્રસારણ અને અન્ય આનુસાંગિક કાર્યક્રમ થશે. જેથી સર્વે નાગરિકો અને સરકારની જુદી-જુદી તમામ યોજનાના લાભાર્થીઓ અને આવાસ યોજના લાભાર્થીઓને બહોળી સંખ્યામાં પધારી ઉપસ્થિત રહેવા તેમજ નગરપાલિકા દ્વારા આયોજન થયેલ ભોજન સમારંભમાં પધારવા મોરબી નગરપાલિકા દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. તેમ ચીફ ઓફિસરની યાદીમાં જણાવાયુ છે.

- text