મોરબી જિલ્લાના નિવૃત્ત પોલીસ અધિકારી/કર્મચારીઓની મીટીંગ મળી : નવા હોદ્દેદારોની વરણી

- text


મોરબી : મોરબી જિલ્લાના નિવૃત્ત પોલીસ અધિકારી/કર્મચારીઓની આજરોજ મીટીંગ મળી હતી. જેમાં નિવૃત પોલીસ/કર્મચારીઓના સંગઠનની રચના કરવામાં આવી હતી. આ મિટિંગમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ અધિકારીઓ હાજર રહ્યા હતા. જેમાં સર્વાનુમતે પ્રમુખ તરીકે એ.જે.દલસાણીયા – નિવૃત્ત પોલીસ સબ ઇન્સ્પેક્ટર, ઉપપ્રમુખ તરીકે ચંદ્રકાંત જે.રામાનુજ – નિવૃત એ.એસ.આઇ, મંત્રી તરીકે ચંદુભાઈ બાબરીયા, ખજાનચી તરીકે જે.પી.જાડેજા અને શશીકાંતભાઈ આચાર્ય તથા સભ્યોની વરણી કરવામાં આવી હતી. આ ઉપરાંત મિટિંગમાં વિવિધ પ્રશ્નોની ચર્ચા વિચારણા પણ કરવામાં આવી હતી.

- text