મોરબી વરિયા બોર્ડિંગ ખાતે તા.10મીએ વિનામૂલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે

- text


લાયન્સ કલબ મોરબી સિટી અને લિયો કલબ ઓફ મોરબી સિટી દ્વારા વરિયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળનાં સહયોગથી યોજાશે કેમ્પ

મોરબી : જાણીતી આંખની હોસ્પિટલ શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ-રાજકોટ, દ્વારા સર્વજ્ઞાતિય વિનામૂલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ દર મહીનાની 10 તારીખે શહેરના શ્રી વરિયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળ, વરિયા બોર્ડિંગ, સો ઓરડી મેઈન રોડ, સો ઓરડી, મોરબી-૨ ખાતે યોજાય છે. જે અંતર્ગત તા.૧૦-૨-૨૦૨૪ શનિવારના રોજ સવારે ૯ થી ૧૨ કલાક દરમિયાન વિનામૂલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે.

- text

આ કેમ્પમાં શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટર દ્વારા આંખના દર્દીઓની તપાસ કરવામાં આવશે. તેમજ અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરનું સારામાં સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્ર મણી) સાથે વિનામૂલ્યે ઓપરેશન કરવામાં આવશે. ઓપરેશન માટે રાજકોટ જવા-આવવાની વ્યવસ્થા તથા રહેવા, જમવા, ચા-પાણી, નાસ્તો, ચશ્મા, ટીપા વગેરે સુવિધા વિનામૂલ્યે સંસ્થા દ્વારા વ્યવસ્થા કરવામાં આવી રહી છે. દર મહીનાની ૧૦ તારીખે આ કેમ્પ યોજાશે. કેમ્પનો લાભ લેવા માટે એડવાન્સ બુકીંગની કોઈ આવશ્યતા નથી. કેમ્પમાં તપાસ માટે દર્દીનું આધાર કાર્ડ સાથે રાખવુ અનિવાર્ય છે.

- text