રેસ્ટોરન્ટ અને ખાદ્ય પદાર્થ ઉત્પાદન કરતા એકમોના કર્મચારીઓને તાલીમ આપતું FSSAI

- text


ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઓફ ઈન્ડીયા (FSSAI) દ્વારા સ્ટેસ્ટોસ્ટ અને ખાદ્ય પદાર્થ ઉત્પાદન સાથે સંકળાયેલ એકમોમાં કામ કરતા ટેકનીકલ અને નોન-ટેકનીકલ સ્ટાફને FOSTRAC (ફૂડ સેફટી ટ્રેનિંગ એન્ડ સર્ટિફિકેશન) અંતર્ગત તાલીમ આપવામાં આવી હતી.

મોરબી જીલ્લામાં (૧) ગોકુળ સ્નેક્સ પ્રા.લી. વાંકાનેર, (૨) એટૉપ ફુડ પ્રોડક્ટ પ્રા.લી. મોરબી (૩) ડી-માર્ટ મેગા મોલ, મોરબી, (૪) મોરબી જીલ્લા મહિલા સહકારી દુધ ઉત્પાદક સંઘ લી. (મયુર ડેરી) મોરબી, (૫) બીઝ કોર્પોરેશન મોરબી ખાતે કરેલ હતુ. જેમા કુલ ૩૭૦ જેટલા ટેકનીકલ અને નોન-ટેકનીકલ સ્ટાફએ ટ્રેનિંગ લીધી હતી. જેમાં રો- મટીરીયલની ખરીદી કરતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું, ઉત્પાદન પ્રક્રિયા દરમ્યાન શું શું કાળજી રાખવી, તેમજ ફાઈનલ પ્રોડક્ટનું પેકીંગ કરી સંગ્રહ કર્યા બાદ તેને બજારમાં વેંચવા મુકયા સુધી કઈ કઈ બાબતની કાળજી લેવી અને તે અનુસંધાને ટ્રેનિંગનું આયોજન કરવામા આવેલ હતુ. ટ્રેનિંગના અંતે દરેક ભાગ લેનાર વ્યક્તિને FSSAI દ્વારા સર્ટીફીકેટ આપવામા આવેલ હતા.

- text

- text