મોરબીના ભરતનગર ગામે બાથરૂમમાં હાર્ટએટેક આવી જતા આધેડનું મૃત્યુ 

- text


મોરબી : હાલમાં સમગ્ર રાજ્યમાં નાની ઉંમરે હાર્ટએટેકના કિસ્સાઓમાં વધારો થયો છે ત્યારે મોરબી તાલુકાના ભરતનગર ગામે આજે વહેલી સવારે બાથરૂમમાં ન્હાવા ગયેલા આધેડને હાર્ટએટેક આવી જતા મૃત્યુ નિપજતા ખેડૂત પરિવારમાં શોક છવાયો છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ આજરોજ મોરબી તાલુકાના ભરતનગર ગામે રહેતા અને ખેતી કરતા માધવજીભાઈ વેલજીભાઈ વાઘડિયા ઉ.58 નામના આધેડ પોતાના નિત્યકર્મ મુજબ સવારે જાગીને બાથરૂમમાં ન્હાવા જતા ન્હાતા સમયે હાર્ટ એટેક આવી જતા હાર્ટએટેક જીવલેણ નીવડ્યો હતો. વધુમાં મૃતક માધવજીભાઈને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી હોવાનું જાણવા મળે છે.

- text

- text