મોરબીના શ્રી સાઈનાથ મંદિરે તા.28મીએ 14મો પાટોત્સવ ઉજવાશે

- text


મોરબી : મોરબીના ત્રાજપર નજીક વૃંદાવન સોસાયટીમાં આવેલા શ્રી સાઈનાથ મંદિર ખાતે આગામી તા.28 જાન્યુઆરીએ ધામધૂમથી 14મો પાટોત્સવ ઉજવાશે. શ્રી સાઈનાથ મંદિરને 14 વર્ષ તેમજ હનુમાનજી મહારાજના મંદિરને 5 વર્ષ પૂર્ણ થતા હોય જે પ્રસંગે પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સવારે 8:00 થી બપોર 11:30 કલાક દરમ્યાન યજ્ઞ યોજાશે અને ત્યારબાદ બપોરે 11:30 કલાકે મહાપ્રસાદનું આયોજન કરાયું છે. આ શુભ પ્રસંગે સર્વે ભાવિક ભક્તજનોને પધારવા રમેશભાઈ પટેલ સહિતના આયોજકોએ જાહેર અનુરોધ કર્યો છે.

- text

- text