જય જય શ્રી રામ ! પ્રથમ દિવસે 3 લાખથી વધુ લોકોએ રામલલાના દર્શન કર્યા

- text


વેટિકન સિટી, કંબોડિયા અને જેરુસલેમનો અભ્યાસ કરી મંદિર પરિસરને વિકસાવાયું

મોરબી : અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ રામ મંદિર પહેલી વખત મંગળવારે રામભક્તોના દર્શન માટે ખોલવામાં આવ્યું. પહેલા જ દિવસ શ્રદ્ધાળુઓની અતૂટ ભીડ જોવા મળી. દેશના ખૂણે ખૂણેથી આવેલા ત્રણ લાખથી વધુ રામભક્તોએ ભગવાન શ્રીરામના દર્શન કર્યા હતા અને હજુ પણ આજના જ દિવસની સાંજ સુધીમાં વધુ બે લાખ ભક્તો દર્શનનો લાભ લઇ શકે તેમ હોવાનું સામે આવ્યું છે.

શ્રી રામજન્મભૂમિ અયોધ્યામાં ભગવાન શ્રી રામનું મંદિર આજે ભક્તો માટે ખુલતા જ ભક્તોના ઘોડાપુર ઉમટ્યા હોય તેવી સ્થિતિ વચ્ચે મંદિર પરિસરમાં જયશ્રી રામ, જય સિયારામના જયકારા ગુંજ્યા હતા. રામ મંદિરમાં પહેલા દિવસે 3 વાગ્યા સુધીમાં લગભગ 3 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા હતા. પ્રશાસનનું કહેવું છે કે હજુ લગભગ 2 લાખ ભક્તો દર્શન કરી શકે છે. યુપી સરકારના નિવેદન મુજબ, પહેલા દિવસે લગભગ 3 લાખ રામભક્તોએ રામલલાના દર્શન કર્યા છે. સુરક્ષાને લઈને પ્રશાસને ત્રણ સ્તરીય સુરક્ષા કવચ બનાવ્યા છે. અયોધ્યા મંદિરની આજુબાજુ આઠ હજાર જેટલાં સુરક્ષા કર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે.

- text

પ્રાણ પ્રતિષ્ઠા પહેલ આશા વ્યક્ત કરાઈ હતી કે આવનારા દિવસોમાં દરરોજ ત્રણ લાખ વધુ લોકો અયોધ્યા આવી શકે છે. ઈન્ડિયન આર્કિટેક્ટના પોસ્ટ બોય દીક્ષુ કુકરેજાએ કહ્યું હતું કે મંદિર શહેરની યોજના વેટિકન સિટી, કંબોડિયા, જેરુસલેમ સહિત વિદેશોમાં આ પ્રકારના ઉદાહરણોના અધ્યયન બાદ બનાવાઈ છે.

- text