મોરબીમાં ત્રીપાંખ સાધુ સમાજ દ્વારા પશ્ચિમ બંગાળમાં સાધુઓ ઉપર હુમલાની ઘટનાના વિરોધમાં આવેદન

- text


મોરબી : પશ્ચિમ બંગાળમાં ત્રણ સાધુઓને માર મારવાની ઘટનાને મોરબી જીલ્લા ત્રીપાંખ સાધુ સમાજ દ્વારા વખોડી કાઢી જિલ્લા કલેકટર મારફત રાષ્ટ્રપતિને આવેદન પાઠવવામાં આવ્યું છે અને પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની માંગ કરવામાં આવી છે.

- text

મોરબી જીલ્લા ત્રીપાંખ સાધુ સમાજના પ્રમુખ ધર્મેન્દ્રભાઈ નિમાવત (સુખરામબાપુ)એ જણાવ્યું છે કે પશ્ચિમ બંગાળમા ગંગાસાગરમાં ભરાતા મેળામાં પવિત્ર સ્નાન કરવા માટે થઈ સનાતન ધર્મના ત્રણ સાધુઓ મધુર ગૌસ્વામી, પ્રમોદ ગૌસ્વામી, સુનિલ ગૌસ્વામી આવ્યા હતા. તેઓ ઉપર થયેલ હુમલામાં ગંભીર ઈજાઓ પહોંચી છે. આ હુમલામાં જે કોઈ આરોપી હોય તેઓને સખ્તમાં સખ્ત સજા થાય અને હાલમાં પશ્ચિમ બંગાળની અંદર કાયદો અને વ્યવસ્થાની સ્થિતી જે કથળી ગયેલ છે. સરકારી અધિકારીઓ તથા સનાતન ધર્મના સાધુઓ ઉપર જાન લેવા હુમલા થતાં હોય, માટે ત્યાં વહેલીમાં વહેલી તકે રાષ્ટ્રપતિ શાસન નાખી અને લોકોના જાન માલનુ રક્ષણ કરવામાં આવે.

- text