વાંકાનેરના રંગપર ગામે ભારત સંકલ્પ યાત્રાનું ઉત્સાહભેર સ્વાગત

- text


વાંકાનેર : વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત વાંકાનેર તાલુકાનાં રંગપર ગામ ખાતે મોદીની ગેરંટી વાન પહોંચી હતી. તે પ્રસંગે વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી ઉપસ્થિત રહ્યા હતા.અને સૌ ગ્રામજનોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનુ ઉત્સાહભેર સ્વાગત કર્યું હતું.

ઉપસ્થિત સૌ ગ્રામજનોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં સહભાગી થવા તેમજ વિકસિત ભારત 2047 ના સ્વપ્નને સાકાર કરવા પોતાની ભાગીદારી નોંધાવાના સંકલ્પ લીધા હતા. તેમજ રંગપર ગામનાં લોકોની રજુઆત સાંભળી અને ગામનાં વિકાસ માટે સ્થળ પર ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા ગ્રાન્ટ લખી આપવામાં આવી હતી.

- text

- text