મોરબીથી 100 જેટલા કાર સેવકો 1992માં અયોધ્યા ગયા હતા

- text


અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના નિર્માણથી દિવ્ય અનુભૂતિ થઈ રહી છે : કાર સેવકો

મોરબી : લાખો લોકોની શ્રદ્ધા અને સનાતન ધર્મની રક્ષા માટેના સમગ્ર દેશના કેન્દ્ર બિંદુ સમાન સૌથી વધુ પવિત્ર ગણાતી ભૂમિ અયોધ્યામાં રામમંદિરનું હવે નિર્માણ કાર્ય થવાથી અને આગામી સમયમાં રામમામદિર ખુલ્લું મુકાવાનું હોવાથી 30 કરતા વધુ વર્ષથી બે વખત અયોધ્યામાં કાર સેવામાં જોડાઈને અનેક કષ્ટો વેઠનાર કાર સેવકોમાં ખુશીની કોઈ સીમા રહી નથી. વર્ષ 1992માં અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે કાર સેવકોની રેલીમાં મોરબીથી 100 જેટલા લોકો જોડાયા હતા અને એ દરમિયાન અનેક કષ્ટો વેઠીને કાર સેવકોએ પોતાની શુદ્ધ રામ ભક્તિને કારણે અયોધ્યામાંમાં હવે સ્વંય રામલલ્લા બિરાજમાન થતા હોય એવી પ્રબળ શ્રદ્ધા સાથે અલૌકિક લાગણી વ્યક્ત કરી છે.

મોરબીના કાર સેવક અનોપસિંહ સજુભા જાડેજાએ જણાવ્યું હતું કે, તેઓને નાનપણથી ભગવાન શ્રીરામ પ્રત્યે દ્રઢ શ્રદ્ધા અને ભક્તિ ધરાવે છે. ખાસ કરીને અયોધ્યામાં ભગવાન શ્રીરામની જન્મભૂમિ હોવાથી ત્યાં દરેક દેશના શ્રધ્ધાળુઓને ભગવાન શ્રીરામ અયોધ્યામાં ખૂબ બિરાજમાન હોય તેવી અતૂટ લાગણી ધરાવે છે. પણ રાજાશાહી વખતમાં રામ મંદિરને ઠેસ પહોંચાડી ત્યાં બીજો ગેરકાયદે ઢાંચો ખડકીને લાખો સનાતનીઓના ધર્મની શ્રદ્ધાને દુભાવી હતી. આથી વર્ષોથી અયોધ્યામાં રામલલ્લાની સ્થાપના થાય એ માટે દરેક હિંદુઓ લડત ચાલવી રહ્યા હોય તે દરમિયાન 1990માં ભાજપના દિગજ્જ નેતા લાલકૃષ્ણ અડવાણીના નેતૃત્વમાં વિશ્વ હિન્દુ પરિષદ સહિતના તમામ હિન્દૂ સંગઠનોના નેજા હેઠળ અયોધ્યામાં રામ મંદિરનો ભવ્ય નારો ગુજયો હતો. તે માટે અયોધ્યામાં કાર સેવકોની રેલીઓમાં મોરબીથી તેઓ સહિત 10 લોકો જોડાયા હતા અને યુપીમાં અન્ય સરકાર હોવાથી કાર સેવકોની ધરપકડ સહિતની કાર્યવાહી કરવામાં આવી હતી. જેથી પોલીસ અને સરકારની નજરથી બચવા તેઓને અયોધ્યામાં જવા માટે નદીનાળા, પહાડી ખડકો તેમજ ક્યારેય ન જોયા હોય એવા જંગલ જેવા રસ્તાઓમાં પગપાળા ચાલીને અનેક કિમીનું અંતર કાપીને ભારે યાતના વેઠી હતી.

પણ બીજી વખત 1992માં ફરી અયોધ્યામાં રામ મંદિરબ નિર્માણનો મુદ્દો જોરદાર અસર કરતા દેશના દરેક ખૂણામાંથી લાખો લોકો અયોધ્યામાં કાર સેવા માટે ગયા હતા. તેથી તે વખતે તેઓ પણ અલગ અલગ રીતે મોરબીથી 100 જેટલા કાર સેવકો અયોધ્યા ગયા હતા.પણ તે વખતે યુપીમાં ભાજપનું શાસન હોવાથી કાર સેવકોને સરકાર કે પોલીસની કોઈ પજવણી નડી ન હતી. એ વખતે અયોધ્યામાં ભગવાન શ્રીરામની મૂર્તિને બિરાજમાન કરી હતી. જો કે આમરો ઈરાદો કોઈ ધર્મને ઠેસ પહોંચાડવાનો ન હતો. પણ અમારા સનાતન ધર્મની રક્ષા માટે ભગવાન રામલલ્લા એની મૂળ જગ્યાએ બિરાજમાન થાય એવી આતુટ લાગણી હતી. આમ છતાં તે સમયે કોઈ કુવિચાર ફેલાતા કોમી હિંસા ભડકી ઉઠી હતી. આથી મોટો વિખવાદ થવાને કારણે અયોધ્યાની આ ભૂમિ વિવાદાસ્પદ થઈ હોય વર્ષોથી કાનૂની જંગ બાદ હવે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું હોવાથી તેઓએ અનહદ ખુશીની લાગણી વ્યક્ત કરી હતી અને અયોધ્યામાં હવે ખુદ રામલલ્લા બિરાજમાન થતા હોય એવો અલોકીક અનુભવ કરી રહ્યા છે. સાક્ષાત ભગવાન રામ સનાતન ધર્મની રક્ષાના મૂળ હેતુને સાર્થક કરવા આવ્યા હોય એવી દિવ્ય અનુભૂતિ અમારા રૂંવે રૂંવે પ્રગટી રહી છે.

- text

- text