રાણીબા કેસમાં વધુ એક આરોપીની ધરપકડ

- text


હાલમાં રાણીબા સહિતના છ આરોપીઓ જેલમાં

મોરબી : મોરબીમાં અનુ.જાતિના યુવાનને ઢોર માર મારી પગરખું મોઢામાં લેવડાવવાના કેસમાં રાણીબા સહિતના છ આરોપીઓ હાલ જેલમાં છે. ત્યારે આ પ્રકરણની તપાસ કરનાર એ ડિવિઝન પોલીસે આ ઘટનામાં વધુ એકની સંડોવણી બહાર આવતા એ આરોપીને ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

- text

મોરબીમાં થોડા સમય પહેલા અનુ. જાતિના યુવાનને પોતાની ટાઇલ્સ એકસપોર્ટ પેઢીમાં કર્મચારી તરીકે કામે રાખી છૂટો થયા બાદ 16 દિવસનો પગાર ન ચૂકવીને આ યુવાનને ઢોર માર મારી પગરખું મોઢામાં લેવડાવાના ચર્ચાસ્પદ આરોપ સાથેના કેસમાં વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા, ઓમ પટેલ અને રાજ પટેલ સહિતના આરોપીઓ સામે ગુનો નોંધાયા બાદ પોલીસ સમક્ષ હાજર થયેલા આ ત્રણેય આરોપીઓ તેમજ ત્યારબાદ પરીક્ષિત સુધીરભાઈ ભગલાણી, ક્રીશ મેરજા,પ્રીત વડસોલા પણ હાજર થતા હાલ આ છ આરોપીઓ હાલ જેલહવાલે છે. ત્યારે આ કેસમાં વધુ એક આરોપીની પોલીસે ધરપકડ કરી છે. આ અંગે એ ડિવિઝન પીઆઇ એચ.એ. જાડેજાએ જણાવ્યું હતું કે, તપાસમાં જેનિફ નરેન્દ્રભાઈ ભીમાણીની પણ સંડોવણી બહાર આવતા આ શખ્સની હાલ ધરપકડ કરીને તપાસ હાથ ધરી છે.

- text