મોરબી પાલિકાના કલાર્કની 6 વર્ષમાં 10 વખત બદલી, રાજીનામુ ધરી દીધું 

- text


સતત માનસિક ત્રાસ અને વારંવાર બદલીથી કંટાળી ચીફ ઓફિસર સમક્ષ રાજીનામુ ધર્યું 

મોરબી : મોરબી નગરપાલિકામાં છેલ્લા 33 વર્ષથી ફરજ બજાવતા ક્લાર્કની કારણ વગર વારંવાર બદલી કરી માનસિક યાતના આપવામાં આવતી હોવાનો ચોંકાવનારો આરોપ લગાવી ક્લાર્કે ચીફ ઓફિસર સમક્ષ લેખિત રાજીનામુ ધરી દેતા પાલિકા કચેરીમાં ચકચાર જાગી છે.

- text

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી નગરપાલિકા કચેરીમાં હાલમાં સેનીટેશન વિભાગમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા જગદીશભાઈ કારાભાઇ સોલંકીએ આજે ઉઘડતી કચેરીએ પોતાનું લેખિત રાજીનામુ ચીફ ઓફિસર સમક્ષ ધરી દીધું હતું, રાજીનામાં પત્રમાં જણાવાયું છે કે તેઓ છેલ્લા 33 વર્ષથી નગરપાલિકા કચેરીમાં ફરજ બજાવે છે પરંતુ વર્ષ 2017થી કોઈપણ જાતના કારણ વગર વારંવાર તેમની બદલી કરવામાં આવી રહી છે અને 2017થી અત્યાર સુધીમાં 10 વખત બદલી કરી માનસિક ત્રાસ આપતા આ યાતનાથી કંટાળી તેઓ રાજીનામુ આપી રહ્યા હોવાનું લેખિત રજુઆતમાં જણાવ્યું છે. પાલિકા ક્લાર્કના અચાનક રાજીનામાને પગલે પાલિકા કચેરીમાં પણ ચર્ચાઓ ઉઠી છે.

- text