મોરબીની અભિનવ સ્કૂલમાં તાલુકા કક્ષાનો કલા મહાકુંભ યોજાયો

- text


મોરબી : ગુજરાત રાજય સરકારના રમતગમત યુવા સેવા સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનર અને જીલ્લા યુવા અને સાંસ્કૃતિક કચેરી મોરબી સંચાલીત મોરબી તાલુકા કક્ષા કલા મહાકુંભ -૨૦૨૩ ગત ૩ ડિસેમ્બર રવિવારના રોજ અભિનવ સ્કૂલ પંચાસર રોડ મોરબી મુકામે યોજાઈ ગયો.

- text

જેમાં કલા સાહિત્ય અને સાંસ્કૃતિક વિભાગની સ્પર્ધાઓ જેવીકે વક્તૃત્વ, નિબંધલેખન, એકપાત્રિય અભિનય, ચિત્રકલા, લોકગીત ભજન, લગ્નગીત, સુગમ સંગીત સમૂહગીત, લોકનૃત્ય, ભરતનાટ્યમ, રાસ, ગરબા, તબલા, હાર્મોનિયમ,જેવી ૧૪ સ્પર્ધાઓમાં કુલ ત્રણ કેટેગરી ૬ થી ૧૪,૧૫ થી ૨૦, ૨૧ થી ૫૯ વર્ષના સ્પર્ધકો માટે યોજાઈ હતી. જેમાં 360 જેટલાં રજીસ્ટ્રેશન થયાં હતા અને 290 જેટલાં સ્પર્ધકો એ ઉત્સાહભેર ભાગ લઈને પોતાની કલાના કામણ પાથરયા હતા. તાલુકા કક્ષાએ ઉપરોક્ત સ્પર્ધાઓમાં પ્રથમ ક્રમાંક મેળવેલા સ્પર્ધકો આગામી ૧૭ ડિસેમ્બરના રોજ સાર્થક વિદ્યામંદિર મોરબી મુકામે જીલ્લા કક્ષાના કલા મહાકુંભમાં ભાગ લેશે.

- text