મોરબીમાં રવિવારે જલારામ મંદિરમાં નિ:શુલ્ક ફિઝીયોથેરાપી કેમ્પ

- text


મોરબી : મોરબીમાં આવેલા રઘુવીર સેના સાર્વજનિક ટ્રસ્ટ અને સંસ્કારધામ ઇમેજિંગ સેન્ટરના રાહત દરે કાર્યરત ફિઝીયોકેર-ફિઝીયોથેરપી અને રીહેબિલીટેશન સેન્ટરનાં સંયુક્ત ઉપક્રમે તા.૨૬ નવેમ્બરને રવિવારના રોજ મોરબી જલારામ મંદિર ખાતે નિ:શુલ્ક ફિઝીયોથેરાપી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કેમ્પમાં ફિઝીયોથેરાપી સેન્ટરના હેડ ડો.કેશા અગ્રવાલ મગજ અને મણકાની તકલીફનાં નિષ્ણાત માસ્ટર ઓફ ફિઝીયોથેરપી MPT (Neuro.),BPT, MIAP) તથા તેમની ફીઝીયોથેરાપી ટીમ સેવા આપશે. આ કેમ્પમાં ૧.કમર, ઘૂંટણ, ડોક, તથા અન્ય સાંધાના દુખાવા,

૨.સાયટીકા, સાંધાના વા, ઘૂંટણમાં ઘસારા, ગાદી ખસવી, ૩.હાથ – પગ તથા મોઢાના લકવા – પેરાલીસીસ,ખાલી ચડવાની સારવાર

૪.તમાકું, ગુટકા તથા મોઢાના કેન્સરના ઓપરેશન પછી જકડાયેલ મોં

૫.ફ્રેકચર તથા સાંધા બદલાવ્યા પછીની સારવાર

૬.ફ્રોઝન શોલ્ડર, ટેનિસ /ગોલ્ફર એલ્બો, પ્લાન્ટર ફસાયટીસ

- text

૭.લીગામેન્ટ તથા સ્નાયુની સ્પોર્ટ્સ ઈજાઓ.

૮.પ્રેગનન્સી પહેલાં તથા પછીની તકલીફો. મેનોપોઝ પછીની તફલીકો, ગર્ભાશયમાં ઑપરેશન તથા સિઝેરિયન પછીની કસરતો

૯.હાડકાની ઘનતા વધારવાની સલાહ વગેરે તકલીફઓ વાળા દર્દીઓને જોવામાં આવશે.

આ કેમ્પમાં ફાઇલ એક્સરે તથા રિપોર્ટ કરાવેલ હોય તે સાથે રાખવાનું જણાવવામાં આવ્યું છે. તેમજ રજીસ્ટ્રેશન માટે આપેલ નંબર 8160282456, 9979435494 પર સંર્પક કરવો. આ કેમ્પને સફળ બનાવવા માટે પ્રમુખ ગિરીશભાઈ ગેલાણી નિર્મિતભાઈ કક્કડ તથા અન્ય સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે.

- text