વાંકાનેર નજીક ક્રૂરતાપૂર્વક બાંધીને કતલખાને લઈ જવાતા પશુઓને બચાવતા ગૌરક્ષકો

- text


મોરબી : ચોટીલા અને મોરબીના ગૌરક્ષકો હિન્દુ યુવા વાહિની દ્વારા વાંકાનેર નજીક ગાડીમાં કુરતાપૂર્વક બાંધી ગેરકાયદે કતલખાને લઈ જવાતા 19 પશુઓને બચાવી લેવામાં આવ્યા હતા અને આ ગાડી સહિતનો મુદામાલ પોલીસને સોંપી આ અંગે ફરિયાદ નોંધાવી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ GJ3AT2989 નંબરની આઇસર ગાડીમાં અબોલ પશુઓને ભરી કતલખાને લઈ જવા વાંકાનેરથી અમદાવાદ બાજુ નીકળવાની હોવાની બાતમી મળતા ચોટીલા અને મોરબી ગૌરક્ષકોની ટીમ ચોટીલા બાઉન્ડ્રી પાસે વોચમાં હતા ત્યારે જાણવા મળેલા કે,વાંકાનેર બાજુથી આ ગાડી આવી રહી છે. તેથી તાત્કાલિક ચોટીલા પાસે પીછો કરી ગાંડી ચેક કરતા તે ગાડીમાંથી પાડા અને મોટી ભેસો જીવ નંગ 9.મળી આવેલ હોય ખીચોખીચ ઉતાપૂર્વક બાંધેલા હોય ગાડી ચાલક અને તેના સાથેના સાથીદાર સહિત 2 આરોપી હાથમાં આવી જતા ગાડી અને આરોપીને પકડી પોલીસ અધિકારીને જાણ કરતા પોલીસે ત્યાં દોડી જઈને ગાડીને પોલીસ સ્ટેશને લઈ જઈને કાયદેસરની કાર્યવાહી કરી હતી. ગૌરક્ષકોએ કતલખાને ધકેલાતા પશુઓને બચાવી પાંજરાપોળને સોંપી દીધા હતા.

- text

- text