મોરબીમાં માત્ર 3 કલાકમાં 1100 જેટલા તુલસીના રોપાનું વિતરણ

- text


મયુર નેચર કલબ, ઈંડિયન લાયન્સ કલબ, વન વિભાગ, મોરબી અપડેટ દ્વારા તુલસી વિવાહ નિમિતે લોકોને વિનામૂલ્યે તુલસોના રોપા આપવાનું સરહમીય કાર્ય

મોરબી : મોરબીમાં વિવિધ સંસ્થાઓ દ્વારા પ્રતિ વર્ષ મુજબ આ વર્ષે પણ આગામી તુલસી વિવાહ નિમિત્તે લોકો ઘરે તુલસીનું પૂજન કરી શકે તે માટે આજે લોકોને વિનામૂલ્યે તુલસીના રોપા આપવાનું સરાહનીય કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં લોકોએ પણ અદમ્ય ઉત્સાહ દાખવીને તુલસીના રોપનો લાભ લેવા મોટી સંખ્યામાં ઉમટી પડતા માત્ર 3 કલાકમાં 1100 જેટલા તુલસીના રોપાનું વિતરણ થઈ ગયું હતું.

મોરબીના શનાળા રોડ ઉપર રામચોક પાસે કે.કે.સ્ટીલ સામે સંદેશ બ્યુરો ઓફીસ નીચે આજે મયુર નેચર કલબ, ઈંડિયન લાયન્સ કલબ, વન વિભાગ, મોરબી અપડેટ દ્વારા તુલસી વિવાહ નિમિતે લોકોને વિનામૂલ્યે તુલસોના રોપા વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકોએ પણ તુલસી વિવાહ નિમિતે પોતાના ઘરે તુલસીનું પૂજન કરવા માટે તુલસીના રોપા લેવા ઉમટી પડતા માત્ર 3 કલાકમાં 1100 જેટલા તુલસીના રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ અંગે મયુર નેચર કલબના એમ.જી.મારુતિ સહિતનાએ લોકોને તુલસીના ગુણધર્મો સમજાવ્યા હતા અને તુલસી વિવાહના દિવસે વર્ષોથી કેમ તુલસીનું પૂજન થાય છે તે અંગે વિસ્તૃત જાણકારી આપી હતી. વર્ષોથી દરેક ઘરમાં તુલસીનો કયારો હતો અને ઘરની માતાઓ, બહેનો કે પરણીતાએ દરરોજ તુલસીનું પૂજન કરતા પણ આજના જમાનામાં ઘણા ઘરોમાં તુલસી ગાયબ છે. જો કે તુલસીનું પૂજન કરવાની સાથે રોગો મટાડવાની શક્તિ ધરાવે છે. આથી દરેક ઘરોમાં ફરીથી તુલસીના રોપાને વાવી તેનું પૂજન કરાય તે માટે ઘણા વર્ષોથી તુલસી વિવાહ અગાઉ આ રોપાનું વિનામૂલ્યે વિતરણ થાય છે.

- text

- text