મોરબીની વજેપરમાં ભૂગર્ભ ગટરના પાણી ફરી વળતાં રહીશો ત્રાહિમામ

- text


મોરબી : મોરબી શહેરના વજેપર વિસ્તારમાં શેરી નંબર 17ના નાકે છેલ્લા 15 દિવસથી ભૂગર્ભ ગટર છલકાઈ રહી હોય ગટરના પાણી રસ્તા પણ ફરી વળતા રહીશો પરેશાન થઈ રહ્યા છે.

વજેપરના રહીશોએ આ અંગે લેખિતમાં મોરબી નગરપાલિકાને પણ ફરિયાદ કરી છે અને જણાવ્યું છે કે, વજેપર શેરી નંબર 17ના નાકે છેલ્લા 15 દિવસથી ભૂગર્ભ ગટરની કુંડી છલકાઈ રહી છે. આ અંગે ત્રણથી ચાર વખત અરજી લખાવવામાં આવી છે. છતાં સમસ્યાનું કોઈ સમાધાન થયું નથી. ગટરના પાણીના કારણે આસપાસના વિસ્તારમાં ગંદકી ફેલાય છે અને માંદગી વધવાની પણ શક્યતા વર્તાઈ રહી છે. ત્યારે આ સમસ્યાનું નિવારણ તાત્કાલિક ધોરણે કરવામાં આવે તેવી રહીશોએ માંગ ઉઠાવી છે.

- text

- text