મોરબીમાં રૂ.5 હજાર પરત માંગનાર યુવાનનો માટલું મારી હાથ ભાંગી નંખાયો

- text


રવાપર ઘુનડા રોડ ઉપર બનેલી ઘટનામાં ત્રણ વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ

મોરબી : મોરબીના રવાપર ઘુનડા રોડ ઉપર રહેતા યુવાને ઉછીના આપેલા રૂપિયા 5 હજાર પરત માંગતા ત્રણ શખ્સોએ હાથ અને પગ ઉપર માટલું મારી હાથ ભાંગી નાખવાની સાથે માથામાં મૂર્તિ વડે ઇજાઓ પહોંચાડતા હુમલાખોરો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

- text

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના રવાપર ઘુનડા રોડ ઉપર શક્તિ ટાઉનશિપ સામે વાસુરભાઈ જારીયાની ઓરડીમાં રહેતા ફરિયાદી દુર્ગાબેન કેસેભાઈ બીકે નામના નેપાળી મહિલાના પુત્ર પ્રકાશે આરોપી રતન બહાદુર થારું ને 5000 રૂપિયા ઉછીના આપ્યા હોય જે પરત માંગતા આરોપીને સારું નહી લાગતા આરોપી રતન બહાદુર, માનબહાદુર પદમબહાદુર વિશ્વકર્મા અને કમલ થારું નામના આરોપીઓએ બોલાચાલી કરી ગાળો આપી માથામાં મૂર્તિ મારી ગંભીર ઇજાઓ પહોંચાડવાની સાથે હાથ અને પગમાં માટલા વડે હુમલો કરી હાથમાં ફ્રેક્ચર કરી નાખતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં દુર્ગાબેને ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text