મોરબી – વાંકાનેર હાઇવે ઉપર ખાડો તારવવા જતા કાર પલટી, યુવાનનું મૃત્યુ

- text


મોરબી : મોરબી – વાંકાનેર હાઇવે ઉપર ગત તા.11ના રોજ રાત્રીના સમયે પોતાના મિત્ર સાથે આઈ ટવેન્ટી કાર લઈને ફૂલ સ્પીડમાં જઈ રહેલા વાંકાનેરના શહેબાજ મહમદરફીકભાઈ મેમણ નામનો યુવાન બંધુનગર નજીક રોડ ઉપર ખાડો તારવવા જતા કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી અને લોખંડની જાળી તોડી બે ત્રણ પલટી મારી કાર હાઇવે ઉપર ઊંઘી પડી જતા કાર ચાલક શહેબાજનું મૃત્યુ નીપજ્યું હતું જ્યારે કારમાં સાથે રહેલા વાંકાનેરના સોમિલ રસીદભાઈ કુરેશીને ઇજાઓ પહોંચતા મોરબી તાલુકા પોલીસ મથકમાં કાર ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધવામાં આવ્યો છે.

- text

- text