વોટ્સએપમાં બંદૂકનો ફોટો રાખવો ભારે પડ્યો, બે શખ્સોની ધરપકડ

- text


મોરબી એસઓજી પોલીસે જુના બેલા અને જોડિયાના શખ્સને ઝડપી લીધા

મોરબી : આજના સમયમાં સોશિયલ મીડિયા ઉપર હથિયારો અને સ્ટંટ કરતા ફોટાઓ અપલોડ કરવાનો ક્રેઝ ચાલ્યો છે ત્યારે હથિયાર પરવાનો ન હોવા છતાં પણ વોટ્સએપ સ્ટેટ્સમાં હથિયાર સાથેનો ફોટો રાખનાર મોરબીના જુના બેલા ગામના યુવાન અને જોડિયાના માવનું ગામના હથિયાર પરવાનેદાર આધેડને મોરબી એસઓજી પોલીસે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- text

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એસઓજી પોલીસ ટીમે હથિયાર પરવાનો ન હોવા છતાં સમાજમાં ભય પેદા કરવા મોરબીના આમરણના જુના બેલા ગામના રહેવાસી અને માછીમારી કરતા રફીક ઉર્ફે ભોલો હસનભાઈ કટિયાએ પોતાના વોટ્સએપ સ્ટેટ્સમાં બંદુક સાથેનો ફોટો અપલોડ કરતા આર્મ્સ એકટ મુજબ ગુન્હો નોંધી ધરપકડ કરી હતી. સાથે જ આ યુવાનને ફોટો પાડવા માટે પોતાનું લાયસન્સ વાળું હથિયાર આપનાર જોડિયા તાલુકાના માવનું ગામના આધેડ રતિલાલ વેલજીભાઈ માલકીયા નામના આધેડ વિરુદ્ધ પણ પોલીસે ગુન્હો રજીસ્ટર કરી કાનૂની કાર્યવાહી કરી હતી.

- text