મોરબીમાં રવિવારે તુલસીના રોપાનું નિઃશુલ્ક વિતરણ

- text


મયુર નેચર કલબ, મોરબી અપડેટ, વન વિભાગ અને ઇન્ડિયન લાયન્સ ક્લબનું સંયુક્ત આયોજન

મોરબી : મોરબીમાં તુલસી વિવાહ નિમિત્તે આગામી રવિવારના રોજ પર્યાવરણ પ્રેમી સંસ્થાઓ દ્વારા તુલસીના રોપાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવનાર છે.

મોરબીમાં મયુર નેચર કલબ, મોરબી અપડેટ, વન વિભાગ અને ઇન્ડિયન લાયન્સ કલબ દ્વારા આગામી તા.19ને રવિવારના રોજ સવારે 9 કલાકે તુલસીના રોપાનું વિતરણ કરવામાં આવશે. આ વિતરણ કાર્યક્રમ સંદેશ ઓફિસ નીચે, કભીબી બેકરી પાસે, રામ ચોક, શનાળા રોડ, મોરબી ખાતે કરાશે. એક વ્યક્તિને એક જ રોપો આપવામાં આવશે. જેમાં તુલસીના રોપા નિઃશુલ્ક મેળવવા પધારવા દરેક મોરબીવાસીઓને અપીલ કરવામાં આવી છે.

- text

- text