મોરબીમાં બાળાઓને રૂ.35 લાખના સોનાના દાગીનાની લ્હાણી કરતું શક્તિ ચોક ગરબી મંડળ 

- text


40 વર્ષથી ચાલતી પ્રાચીન ગરબીમાં થેયેલો તમામ નફો દીકરીઓને લ્હાણી રૂપે વપરાયો

મોરબી : મોરબી શહેરની વચ્ચોવચ્ચ ગેસ્ટ હાઉસ રોડના નાકા ઉપર 40 વર્ષથી વધુ સમયથી યોજાતી પ્રખ્યાત શક્તિ ચોક ગરબી મંડળની પ્રાચીન ગરબી અર્વાચીન રસોત્સવને ટક્કર મારે છે. નવરાત્રી પૂર્ણ થયા બાદ શક્તિ ચોક ગરબી દ્વારા નવે નવે દિવસ રાસ ગરબા રજૂ કરીને માતાજીની આરાધના કરનાર દીકરીઓને રૂપિયા 35 લાખના સોનાની દાગીનાની લ્હાણી આપવામાં આવી હતી. જો કે પ્રાચીન ગરબી તો ઠીક પણ અર્વાચીન રસોત્સવમાં પણ આટલી કિંમતી ભેટ સોગોદ આપવામાં આવી નથી.

મોરબીમાં છેલ્લા 40 વર્ષથી પ્રાચીન પરંપરા મુજબ શક્તિ ચોકની ગરબી યોજાઈ છે. આધુનિક લાઈટ ડેકોરેશન અને ભવ્ય મંડપથી શક્તિ ચોક ગરબીમાં ભવ્ય અને દિવ્ય બની ગઈ છે. જો કે આ ગરબીને ભલે આધુનિકતાનો રંગ લાગ્યો હોય પણ રાસ ગરબા તો પ્રાચીન ઢબે જ રજૂ કરાઈ છે. જેમાં અઘોર નગારા અને મશાલ રાસ ખૂબ જ પ્રખ્યાત બની ગયા છે. શક્તિ ચોક ગરીબીની બાળા સાક્ષાત નવદુર્ગાના સ્વરૂપમાં જ રાસ ગરબા રજૂ કરતી હોય એવી દિવ્ય અનુભૂતિ થાય છે. આ ગરબી જોવા આખું ઉમટી પડે છે. આ વખતે પણ શક્તિ ચોકની ગરબીએ ભારે જમાવટ કરી હતી. ત્યારે હવે શક્તિ ચોકની ગરબીની ચાર ગ્રુપની 88 જેટલી દીકરીઓને છ સોનાની અને એક ચાંદીની મળીને સાત લ્હાણી આપવામાં આવી હતી.

ગરબીના આયોજક ક્રિપાલસિંહ ઝાલા દ્વારા આ વર્ષે તમામ બાળાઓને રૂપિયા 35 લાખની સોનાના દાગીનાની લ્હાણી આપવામાં આવી હતી. આ ગરબીમાં જે કઈ આવક થાય એ તમામ આવકનો લ્હાણી આપવામાં જ ઉપયોગ કરાઈ છે. આ તકે દીકરીઓએ જણાવ્યું હતું કે તેઓ સામાન્ય પરિવારમાંથી આવે છે. આ ગરબીમાં અમને પરિવાર જેવો સ્નેહ મળે છે અને માતાજીની આરાધના કરવાની જે અમને તક મળે છે એ અમારું સૌભાગ્ય છે અને માતાજીની પ્રસાદી રૂપે આ લ્હાણી અપાઈ છે તે ખૂબ જ મોટી અને કિંમતી લ્હાણી છે.

- text

- text