નિર્મલ વિદ્યાલયના બાળકો દ્વારા અનોખો માનવતા સેવા યજ્ઞ

- text


મોરબી : દિવાળીના તહેવારોમાં બાળકોને સારા કપડાં પહેરવા મળી રહે તેવા ઉમદા ઉદેશ્ય સાથે મોરબીની નિર્મલ વિદ્યાલયના બાળકો, શિક્ષકો અને આચાર્ય દ્વારા એક અનોખું વસ્ત્ર એકત્ર કરવાનું અભિયાન શરુ કરવામાં આવ્યું જેમાં શાળાના બાળકો પોતાના ઘરેથી ટૂંકા થતા વસ્ત્રો એકત્ર કરીને લાવ્યા હતા. જે અલગ અલગ જગ્યાએ રહેતા ગરીબ લોકો તથા બાળકોને નિર્મલ વિદ્યાલયના આચાર્ય અને શિક્ષકો દ્વારા કપડા, રમકડા વગેરે વસ્તુઓ આપી એક માનવતા ભરેલું કાર્ય કરી નિર્મલ વિદ્યાલય દ્વારા સેવા પરમો ધર્મ સૂત્રને સાર્થક કરવામાં આવ્યું હતું..

- text