ગાયત્રી શક્તિપીઠ વાંકાનેર ખાતે રંગોળી સ્પર્ધા યોજાઈ

- text


વાંકાનેર : વાંકાનેર ગાયત્રી શક્તિપીઠ ખાતે ગાયત્રી પરિવાર દ્વારા તારીખ 5 નવેમ્બરના રોજ રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બહોળી સંખ્યામાં ભાઈઓ બહેનોએ ભાગ લીધો હતો.

ગાયત્રી શક્તિપીઠ ખાતે આયોજિત રંગોળી સ્પર્ધા 5 થી 15 વર્ષ અને 15 વર્ષથી વધુ વયના લોકો એમ બે વિભાગમાં યોજવામાં આવી હતી. જેમાં 5 થી 15 વર્ષની વયના વિભાગના પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક અનુક્રમે ભાટી પ્રાચી,જયશ્રી ભીંડોરા અને સ્વાતિ ગામોટે પ્રાપ્ત કર્યો હતો. જ્યારે 15 વર્ષથી વધુ વયના વિભાગમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમાંક અનુક્રમે જયસ્વાલ માનીતી, ભાવિષાબેન સોની અને જિગીષાબેન તલસાણીયાએ પ્રાપ્ત કર્યો હતો.

આ ઉપરાંત ક્રિષ્ના, મોક્ષ, ઉમાદેવી અને વિજયને આશ્વાસન ઇનામો પણ આપવામાં આવ્યા હતા. આ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે દર્શનાબેન જાની, રૂપલબેન વ્યાસ તથા પ્રિયાબેન મહેશ્વરી દ્વારા સેવા પુરી પાડવામાં આવી હતી. આ કાર્યક્રમમાં અશ્વિનભાઈ રાવલ, રાહુલ જોબનપુત્રા, નરેન્દ્રભાઇ દવે, રસીલાબેન કાચા, અરુણભાઈ વ્યાસ, દેવાંશીબા ઝાલા અને અન્ય પરિવારજન તથા વાલીઓ ઉપસ્થિત રહી સ્પર્ધકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. સમગ્ર ગાયત્રી પરિવારે જહેમત ઉઠાવી સ્પર્ધાને સફળ બનાવી હતી.

- text

- text