મોરબીમાં પુષ્ય નક્ષત્રમાં રૂ.10 કરોડના આભૂષણોનું વેચાણ, દર વર્ષની તુલનાએ 40 ટકાનો કડાકો! 

- text


હજુ જોઈએ એવી સોના ચાંદીના આભૂષણોની ખરીદી જામતી ન હોવાનો વેપારીઓ બળાપો

મોરબી : પુષ્ય નક્ષત્રમાં સોના ચાંદીની ખરીદી કરવાનું વર્ષોથી મહત્વ છે. પુષ્ય નક્ષત્રમાં સોનાની ખરીદી ઉત્તમ મનાય છે. એટલે કોઈપણ મુહૂર્ત વગર જ પુષ્ય નક્ષત્રમાં સોનાની ખરીદી થતી હોય છે. પણ આ વખતે મોરબીમાં પુષ્ય નક્ષત્ર પર સોના ચાંદીની જોઈએ એવી ખરીદી હજુ જામી નથી તેવું સોના ચાંદીના વેપારીઓ કહી રહ્યા છે.

મોરબીમાં આ વખત પુષ્ય નક્ષત્રમાં દર વખત કરતા આ વખતે સોના ચાંદીનું માત્ર 60 ટકા જેવું જ માર્કેટ જોવા મળે છે. સોના ચાંદીના વેપારીઓ પણ કહી રહ્યા છે કે, આ વખતે પુષ્ય નક્ષત્રમાં જોઈએ તેવું માર્કેટ જામતું નથી.આથી આજે જ માત્ર સોના ચાંદીની ખરીદી દેખાય છે. જો કે દર વર્ષે દિવાળીના 10, 12 દિવસ પહેલા જ સોના ચાંદીમાં ધૂમ ખરીદી નીકળતી હોય છે. પણ આ વખતે સોની બજાર શુષ્ક લાગી રહી છે. જો કે ગયા વર્ષે જે ધૂમ ખરીદી થઈ હતી. એના કરતાં આ વખતે માટે 50-60 ટકા જ ખરીદી થઈ છે. આજે નક્ષત્રમાં અંદાજીત રૂ.10 કરોડના સોના ચાંદીની ખરીદી થઈ હતી. આ અંગે સોના ચાંદીના વેપારી અગ્રણી અનિલભાઈ પારેખે કહ્યું હતું કે, આ વખતે મંદીનો માહોલ છે. તેમજ સોનામાં ભાવ પણ વધારો થયો છે. અગાઉ ભાવ ઘટ્યો હતો. તે થોડા સમય પૂરતો જ હતો. મંદીને કારણે સોનાની ખરીદી જોઈએ તેટલી થઈ નથી. ધનતેરસે સોનાની ખરીદી નીકળે એવી આશા છે

- text

- text