મહાત્મા ગાંધીનું પોટ્રેટ દોરી ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવતો માળીયાનો વિદ્યાર્થી

- text


મોરબી : માળીયાના જુના ઘાટીલા ગામના વતની અને હાલ અમદાવાદ ખાતે એમએસસી માઈક્રો બાયોલોજીનો અભ્યાસ કરતા યુવાને ગાંધી જયંતિ નિમિતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનું અદભુત પોટ્રેટ બનાવતા ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે.

માળીયાના જુના ઘાટીલા ગામે રહેતા અને હાલ અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠ ખાતે એમએસસી માઈક્રો બાયોલોજીમાં અભ્યાસ કરતા અઘારા રાજકુમાર હસમુખભાઈ નામના વિદ્યાર્થીએ 2 ઓક્ટોબરે ગાંધી જયંતિ નિમિતે પૂજ્ય બાપુનું અદભુત પોટ્રેટ બનાવીને અંજલિ આપવાનો મનમાં વિચાર ઉદ્દભવ્યો હતો. જેથી ગાંધી જયંતિ નિમિતે તેની ગુજરાત વિદ્યાપીઠમાં પણ જુદા જુદા કાર્યકમો યોજાયા હોય જેમાં 280 બાય 210 સેન્ટિમીટરના પેપરમાં આ યુવાને મહાત્મા ગાંધીજીની સુંદર તસ્વીરનું રેખાકન કર્યું હતું.

- text

ખેડૂત પુત્ર એવો રાજકુમાર નામના આ યુવાનને નાનપણથી ચિત્રો દોરવાનો ગજબનો શોખ છે. તેના પિતા હાલમાં જુના ઘાટીલા ખાતે ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા છે. આ યુવાનને ગાંધીજીનું અદભુત ચિત્ર દોરવા બદલ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળતા નાના એવા ઘાટીલા ગામમાં ખુશીની લહેર દોડી ઉઠી છે.

 

- text