મોરબીવાસીઓ આજે દશેરાએ 50 હજાર કિલો સાટા, 10 હજાર કિલો જલેબી ઝાપટી જશે 

- text


દશેરા નિમિતે શાસ્ત્ર-શસ્ત્રનું પૂજન : આસુરી શક્તિ પર દેવી શક્તિના વિજય રૂપે વિજયાદશનીએ રાવણ દહનનું આયોજન

મોરબી : મોરબીમાં નવે નવ દિવસ માં જગદંબાની ભક્તિભાવથી આરાધના કર્યા બાદ આજે નવરાત્રી મહોત્સવની પૂર્ણાંહુતી થઈ છે. તમામ પ્રાચીન ગરબીઓ અને અર્વાચીન રાશોત્સવમાં નવરાત્રીની નવે નવ રઢિયાળી રાત્રે રાસ ગરબાની ધૂમ મચી હતી.નવે નવ દિવસ રાસ ગરબે રમીને માતાજીની આરાધના કરતી બાળાઓને લ્હાણી વિતરણ કરવામાં આવી હતી.આસુરી શક્તિ પર દેવી શક્તિના વિજય રૂપે વિજયાદશનીએ રાવણ દહનનું આયોજન કરવામાં આવ્યું છે સાથે જ ઠેર-ઠેર શસ્ત્ર -શાસ્ત્ર પૂજનનું અયોજન કરવવામાં આવ્યું છે.આજના દશેરા પર્વે મોરબીવાસીઓ 50 હજાર કિલો સાટા, 10 હજાર કિલો જલેબી સહિત મીઠાઈ ફરસાણ આરોગી જશે.

મોરબીમાં જગત જનની માં જંગદબાની ભક્તિ કરવાના સુવર્ણ અવસર સમાન નવરાત્રી મહોત્સવ શરૂ થયા બાદ દરેક જગ્યાએ પ્રાચીન ગરબી અને અર્વાચીન રાસોત્સવ અયોજનો થયા હતા. દરેક જગ્યાએ વર્ષો જૂની યોજાતી પ્રાચીન ગરબીઓમાં રાસ ગરબાની રંગત જામી હતી. પ્રાચીન ગરબીમાં દરેક રઢિયાળી રાત્રિએ જંગદબા સ્વરૂપા બાળાઓ ઢોલ, શરણાઈ, મજીરા અને પેટી-દોકલ, નગારાની વર્ષો જૂની પરંપરા સાથે રાસ ગરબે રમીને માતાજીની આરાધના કરી હતી. જ્યારે આજે અર્ધમ પર ધર્મના વિજયરૂપે દશેરાએ દલવાડી સર્કલની બાજુમાં મશાલની વાડી ખાતે બહુચર બાળ મંડળ દ્વારા રાવણ દહન કરીને અસત્ય પર સત્યના વિજય રૂપે વિજયાદશમીની ધર્મોલ્લાસભેર ઉજવણી કરાશે.

- text

તેમજ મોરબીના ક્ષત્રિય સમાજ દ્વારા પરંપરાગત વેશભૂષા સાથે સામાકાંઠે મહારાણા પ્રતાપ સર્કલ ખાતેથી ભવ્ય શોભાયાત્રા કાઢી શનાળા ખાતે આવેલ શક્તિ માતાજીના મંદિરે શસ્ત્ર પૂજન કરાશે. તેમજ સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા પરશુરામધામ ખાતે શસ્ત્ર પૂજન તેમજ ઔદીચ્ય બ્રહ્મસમાજની વાડી ખાતે શસ્ત્ર પૂજન કરાશે. જો કે વિજયા દશમીએ અર્ધમ પર ધર્મના વિજય રૂપે ખુશી મનાવવાની હોય લોકો સાટા અને જલેબી, ચોરફરી સહિતની મીઠાઈ અને ફરસાણની ખરીદી કરશે. આથી દરેક મીઠાઈની શોપ ઉપર આ મીઠાઈ ખરીદવા માટે કાલે ભારે ભીડ જામશે. એક અંદાજ મુજબ મોરબીના લોકો 50 હજાર કિલો સાટા, 10 હજાર કિલો જલેબી અને 10 હજાર કિલો ચોરાફરી આરોગીને વિજયાદશમીની ઉજવણી કરશે.

 

- text