હળવદના પીઆઈની બદલી સામે અનુ. જાતિના આગેવાનોનું મામલતદારને આવેદન

- text


હળવદ : હળવદ તાલુકા પીઆઈની બદલી સામે અનેક સંગઠનોએ વિરોધ નોંધાવ્યો છે. તેવામાં અનુ.જાતિ સમાજ દ્વારા પણ આ બદલીના વિરોધમાં મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું છે.

જેમાં મોરબી જિલ્લાના સમસ્ત અનુ. જાતિ સમાજ દ્વારા જણાવવામાં આવ્યું છે કે હળવદ તાલુકાના પીઆઇ કે.એમ.છાસિયાની રાજકીય હસ્તક્ષેપ થકી તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી હોય, નિષ્ઠાવાન અધિકારીનું મનોબળ તોડવાના હેતુથી થયેલી આ કાર્યવાહી સામે તપાસ થવી જોઈએ. હળવદ તાલુકામાં જુગારનો એક કેસ ઝડપાયો તેમાં નિયમોનુંસાર કાર્યવાહી ન થાય તેવા રાજકીય વગ ધરાવતા લોકોએ પ્રયાસ કર્યા હતા. પણ પીઆઈએ નિયમોનુંસાર કાર્યવાહી કરી જે બદલ તેઓની તાત્કાલિક અસરથી બદલી કરાઈ છે. માટે તેઓની બદલીના નિર્ણય અંગે તપાસ થવી જોઈએ.

- text

- text