મોરબીમાં બાળકીના અપહરણ અને દુષ્કર્મ કેસમાં આરોપીને 20 વર્ષની કેદ

- text


વર્ષ 2019માં બનેલા બનાવનો મોરબી સ્પેશિયલ પોકસો કોર્ટે ચુકાદો આપ્યો

મોરબી : ટંકારા પંથકમાં શ્રમિક પરિવારની 10 વર્ષની બાળાનું અપહરણ કરી મોરબીમાં દૂકર્મ કરવાના કેસનો મોરબી સ્પેશિયલ પોકસો કોર્ટે ચુકાદો આપ્યો છે. જેમાં બાળાનું અપહરણ અને દુષ્કર્મ કરનાર આરોપીને મોરબી સ્પેશિયલ પોકસો કોર્ટે 20 વર્ષની સખત કેદની સજા ફરમાવી છે.

આ કેસની હકીકત એવી છે કે, ટંકારાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલા એક કારખાનામાં મજુરી કરતા શ્રમિક પરિવારની 10 વર્ષની બાળકી ગત તા.7.7.2019ના રોજ ગુમ થઈ હતી. તપાસ કરતા જાણવા મળ્યું કે, તે જ કારખાનામાં કામ કરતો આરોપી મોલુંરામ નાનુંરામ ડાવર આ બાળકીનું અપહરણ કરીને મોરબી તરફ ભગાડી ગયો હતો અને મોરબી તાલુકા વિસ્તારમાં લઈ જઈ તેણી પર દુષ્કર્મ ગુજાર્યું હતું. આથી તે સમયે બાળકીના પરિવારે ફરિયાદ નોંધાવતા ટંકારા પોલીસે આ કેસમાં યોગ્ય કાર્યવાહી કરી આરોપીને ઝડપી લઈ કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કર્યું હતું. દરમિયાન આ બાળકીના અપહરણ અને દુષ્કર્મ કેસ મોરબી સ્પેશિયલ પોકસો કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ એન.ડી. કારીઆ અને એસ. સી. દવેની ધારદાર દલીલો અને આરોપી વિરુદ્ધ રજૂ થયેલા 8 મૌખિક પુરાવા અને 27 દસ્તાવેજી પુરાવાને ધ્યાને લઇ મોરબી સ્પેશિયલ પોકસો કોર્ટે બાળાનું અપહરણ અને દુષ્કર્મ કરનાર આરોપીને 20 વર્ષની સખત કેદની સજા ફરમાવી છે.

- text

- text