મોરબીમાં તા.2જીએ વિનામુલ્યે કેન્સર નિદાન કેમ્પનું આયોજન 

- text


મોરબી : વિશાશ્રીમાળી વણિક જ્ઞાતિ સંચાલિત ડી. સી. મહેતા સાર્વજનિક ડિસ્પેન્સરી ટ્રસ્ટ દ્વારા તા. 2 સપ્ટેમ્બરને શનિવારે સાંજે 4 થી 7 કલાકે તેમજ તા. 3 સપ્ટેમ્બરને રવિવારે સવારે 9 થી 12 કલાકે નવાડેલા રોડ ખાતે આવેલા ડિસ્પેન્સરી ટ્રસ્ટ-3 ખાતે વિનામુલ્યે કેન્સર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

વિશાશ્રીમાળી વણિક જ્ઞાતિ સંચાલિત ડી. સી. મહેતા સાર્વજનિક ડિસ્પેન્સરી ટ્રસ્ટ દ્વારાકેન્સર કેમ્પ 1989થી દર બે માસે રેગ્યુલર યોજાય છે ત્યારે આ વખતનો કેમ્પ 183 નંબરનો અને દાતા સ્વ. રેશ્માબેન પ્રફુલ્લભાઈ દોશી (રીનાબેન દેવેન્દ્રભાઈ મહેતા) ના આત્મશ્રેયાર્થે હસ્તે સ્વ.સરોજબેન પ્રફુલ્લભાઈ દોશી પરિવાર મોરબી દ્વારા યોજાશે.

- text

આ કેન્સર નિદાન કેમ્પમાં મુંબઈના કેન્સર નિષ્ણાંત સર્જન ડો. વિક્રમભાઈ સંઘવી વિનામુલ્યે તપાસીને યોગ્ય માર્ગદર્શન આપશે. આ કેન્સર નિદાન કેમ્પનો લાભ લેવા ઈચ્છતા દર્દીઓએ પોતાનું નામ ડિસ્પેન્સરીના મેનેજર મયુરભાઈ વોરા- 95370 99219 પાસે અગાઉથી નોંધાવવાનું રહેશે તેમજ તપાસ કરાવવા જતી વખતે પોતાના કેસ પેપર્સ સાથે લાવવાના રહેશે તેમ ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી ભાવેશભાઈ વિનોદરાય શાહ દ્વારા જણાવવામાં આવ્યું છે.

- text