સૌ.યુનિ.ના કુલપતિની હાજરીમાં નવયુગ કોલેજમાં માર્ગદર્શન સેમિનાર યોજાયો

- text


મોરબી :, મોરબીની નવયુગ કોલેજમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડૉ. ગિરિશ ભિમાણીની ગરિમામયી ઉપસ્થિતિમાં કોલેજના પ્રથમ વર્ષમાં એડમિશન લેતા સ્ટુડન્ટસ્નો માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો.

આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડૉ. ગિરિશ ભિમાણીએ નવયુગ કોલેજના પ્રથમ વર્ષમાં એડમિશન લેતા B.Sc, B.B.A, B.Com ના સ્ટુડન્ટ્સને કારકિર્દીની શરૂઆત કરતા સફળતાનો મંત્ર આપતા પ્રોત્સાહન અને માર્ગદર્શન આપ્યું હતું. તેમણે વિદ્યાર્થીઓની જીવનશૈલી અને કાર્યપદ્ધતિ કેવી હોવી જોઈએ તેનાથી માહિતગાર કર્યા હતા.

આ સેમિનારમાં ઉપસ્થિત નવયુગના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને લોકસાહિત્યની દુનિયામાં મોટુ નામ એવા રાજુભાઈ આહિરે તેની ભાતિગળ શૈલીમાં વિદ્યાર્થીઓને રમુજની સાથે જ્ઞાન પીરસ્યું હતું. આ પ્રોગામમાં સંસ્થાના પ્રમુખ પી.ડી.કાંજીયા, મોરબી નગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીના પુર્વઅધ્યક્ષ સુરેશભાઈ દેસાઈ, રંજનબેન પી. કાંજીયા, બલદેવભાઈ સરસાવાડીયા તેમજ દરેક વિભાગના પ્રિન્સિપાલ અને સ્ટાફગણે હાજરી આપી હતો.

- text

- text