- text
જિલ્લામાં રૂપિયા 11.95 કરોડના બાકી વેરા સામે 5.38 કરોડ જ વસૂલ થયા, સરકારી ગ્રાન્ટ પર જ પંચાયતોના તાગડધીના
મોરબી : ગામ હોય કે શહેર હોય મોટાભાગના નાગરિકોને મિલ્કત વેરો, પાણી વેરો, શિક્ષણ ઉપકર કે દીવાબત્તી વેરા સહિતના વેરા ભરવામાં ઉદાસીનતા દાખવી રહ્યા છે બીજી તરફ આવા વેરા વસુલવાની જેમની જવાબદારી છે તેવી સંસ્થાઓની સતા ચૂંટાયેલી પાંખના પાવર નીચે હોય વર્ષે દહાડે કરોડો રૂપિયાની વેરાની વસુલાત લટકતી હાલતમાં રહેતી હોય દહાડે દિવસે આ રકમનો સરવાળો રાજાની કુંવરીની જેમ મોટોમોટો થતો જાય છે, મોરબી જિલ્લામાં પણ પાલિકા હોય કે, ગ્રામ પંચાયત હોય વેરા વસુલાતની સ્થિતિ કંઈક આવી જ છે.
દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ વેરા વસુલાતની મોરબી જિલ્લાની સ્થિતિ જોઈએ તો, 375 ગામ વચ્ચે 362 ગ્રામ પંચાયત આવેલી છે આ ગ્રામ પંચાયત પાસે 31 માર્ચ સુધીમાં રૂ 11,95,28,630 ની વસુલાત કરવાની હતી પરંતુ તમામ ગ્રામ પંચાયતો સાથે મળી માત્ર 5,38 ,95,792 જેટલી રકમની વસુલાત થઇ શકી છે. ટકાવારી મુજબ જોઈએ તો કુલ વસુલાતના માત્ર 45 ટકા જેટલી જ વસુલાત કરી શકી છે. તાલુકા મુજબ જોઈએ તો સૌથી ખરાબ સ્થિતિ ટંકારા તાલુકાની છે ટંકારા તાલુકાની 50 ગ્રામ પંચાયતને 31 માર્ચ 2023 સુધીમાં 3,32,75,546ની વસુલાત કરવાની હતી પરંતુ વર્ષ પૂર્ણ થયું ત્યાં સુધીમાં માત્ર રૂ 1,05,92,171 ની જ વસુલાત કરી શકી હતી ટકાવારીની દ્રષ્ટિએ જોઈએ તો ટંકારા તાલુકાની વસુલાત કુલ માંગણાના 31.83 ટકા જેટલી જ રહી શકી છે.
વાંકાનેર તાલુકાની સ્થિતિ પણ આવી જ છે. વાંકાનેર તાલુકા ના 90 થી વધુ ગ્રામ પંચાયતને રૂ.2,78,31,809ની વસુલાત કરવાની બાકી હતી જોકે વાંકાનેર તાલુકાની ગ્રામ પંચાયત માત્ર 1,15,00,930 રકમની જ વસુલાત કરી શકી છે માળિયા મિયાણા તાલુકાની વાત કરીએ તો 63 92 447 રકમની વસુલાત કરવાની હતી જેમાંથી 2772500 વસુલ કરવાની કરવામાં આવી છે ટકાવારી રીતરીતે જોઈએ તો 43 ટકા જેટલી જ વસુલાત કરી શકી છે મોરબી તાલુકાની વેરા વસુલાતની સક્રિયતા વધુ જોવા મળી હતી. મોરબી તાલુકાના 103 ગ્રામ પંચાયતમાં 3,06,07,818 ની માંગણી સામે 17626 194 જેટલી રકમની વસુલાત કરવામાં આવી હતી ટકાવારીની દ્રષ્ટિએ મોરબી તાલુકાની વેરા વસુલાતની ટકાવારી કુલ માંગણીના 57.58 ટકા રહી છે.
- text
રાજ્ય સરકાર દ્વારા ગ્રામ પંચાયત વિસ્તારમાં વેરા વસુલાત અંગે જાગૃતિ આવે અને ગ્રામ પંચાયત સક્રિયતા દાખવી વેરા વસુલ કરે અને તે વેરાની રકમથી ગ્રામ પંચાયત વિસ્તારમાં વિકાસ કામ ઝડપી થાય તેવા હેતુથી ઘર વેરા પ્રોત્સાહક યોજના અને સ્વચ્છ ગામ સ્વસ્થ ગામ યોજના અંતર્ગત ચાલે છે. 47 ગ્રામ પંચાયતને ઘર વેરા પ્રોત્સાહક યોજનાનો લાભ મળશે. આ ગ્રામ પંચાયતને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા વિકાસ કામ માટે જે ગ્રાન્ટ ફાળવે છે તે ઉપરાંત તેમણે વસુલ કરેલા વેરાના 50 ટકા એક્સ્ટ્રા ગ્રાન્ટ આપશે જેના કારણે ગ્રામ પંચાયત વિસ્તારમાં વધુ વિકાસ કામ ઝડપી બનશે.
પંચાયત વિસ્તારમાં વિકાસ કામો થયા ન હોવાથી લોકોની નારાજગી હોય છે અને તેથી જ તેઓ વેરો ભરવાથી વિમુખ રહે છે. બીજીતરફ અમુક સુવિધાઓ શહેરી વિસ્તારની તુલનામાં ગ્રામ્ય વિસ્તારમાં પહોંચાડવી થોડી કઠીન હોય છે જેથી લોકો સુવિધાના દર્શન કરી શકતા નથી અને ફરિયાદો વધતી જાય છે. ગ્રામ પંચાયત વિસ્તારમાં મોટા ભાગની મિલકત બંધ હોય છે અથવા તો વર્ષના અમુક જ દિવસોમાં ખુલતી હોય છે. કેમ કે મિલકતના માલિકો મોટા ભાગે શહેરી વિસ્તારમાં જ રહેતા હોય છે અહી વર્ષમાં ક્યારેક જ આવતા હોય છે.આથી વેરો ભરતા નથી. અથવા તો વેરો ભરવા ઇચ્છતા નથી જેના લીધે પંચાયતના ભંડોળમાં વધારો દેખાતો જ નથી. મિલકત હોવાથી નળનું જોડાણ, ભૂગર્ભનું જોડાણ તો હોવાનું જ, એનો વેરો પણ ભરાતો નથી. ગામડા સમૃદ્ધ બની રહ્યા છે. પ્રાથિમક સુવિધાઓ તમામ ઉપલબ્ધ કરાવાતી જ હોય છે પરંતુ મિલકત ધારકોને કોઇપણ પ્રકારનો વેરો ભરવાનું પસંદ પડતું જ નથી. ગ્રામ પંચાયત વિસ્તારમાં નોંધાયેલા મતદાર હોય છે, અને મતદારોને સાચવવા સરપંચ અને હોદેદારો વેરો ઉઘરાવવમાં રહેમ નજર રાખતા હોય છે.
- text