- text
મોરબીના વાવડી રોડ ઉપર કપિલા હનુમાનજી મંદિર નજીક કાયમી ઢોર વાડો, શહેર ભરમા આજ હાલત
https://youtube.com/shorts/cdo6BjVka20?feature=share
મોરબી : મોરબીમાં રસ્તે રઝડતા ઢોરનો ત્રાસ દિવસે ને દિવસે માઝા મૂકી રહ્યો છે ત્યારે વાવડી રોડ ઉપર કપિલા હનુમાનજી મંદિર આજુબાજુનો વિસ્તારમાં તો રાત્રે રીતસર ઢોર વાડામા ફેરવાઈ જાય છે છતાં પણ મોરબી પાલિકા દ્વારા હાલમાં ઢોર પકડવા માટે કોઈ આયોજન ન હોવાનું સાફ સાફ જણાવી રહી છે જેથી મોરબીમાં રહેનારાઓને ઢોરની ઢીકે ચડ્યા વગર છૂટકો જ નથી !
તાલુકામાંથી જિલ્લો બનેલ વિશ્વના બીજા નંબરના સૌથી મોટા મેગા સિરામિક ક્લસ્ટર મોરબીમાં સત્તાધીશોની વિચિત્ર નીતિને કારણે શહેર પ્રગતિને બદલે અધોગતિમાં ધકેલાઈ રહ્યું છે, સ્વચ્છતા, પાણી,ભૂગર્ભ ગટરના પ્રશ્ન નહિ ઉકેલી શકનાર નગરપાલિકાના સત્તાધીશોના પાપે હાલમાં મોરબી ગોકુળિયું ગામડું બની ગયું છે. હાલમાં મોરબીના તમામ વિસ્તારમાં રસ્તે રઝડતા ઢોર રોજે રોજ લોકોને ઢીકે ચડાવી રહ્યા છે ત્યારે વાવડી રોડ ઉપર આવેલ કપિલા હનુમાન મંદિર નજીકથી રાજકીય મહાનુભાવની સભાની જેમ જંગી પશુ મેદની દરરોજ રાત્રે એકત્રિત થાય છે અને લોકોને અહીંથી ચાલીને નીકળવું મુશ્કેલ બને છે.
- text
બીજી તરફ રખડતા ઢોરના પ્રશ્ને મોરબી પાલિકાના વહીવટદાર એન.કે.મુછારનો આ બાબતે સંપર્ક કરતા તેમને કહયું હતું કે, હાલમાં તો ઢોર પકડવા અંગે કોઈ જ વિચારણા કે યોજના નથી. આ સંજોગોમાં સવાલ એ ઉઠે છે કે સરકારી કચેરીમાં ઘુસી જતા આખલા સાહેબની ચેમ્બરમાં ઘૂસે તો જ અધિકારીને લોકોની સમસ્યા સમજાશે કે શું ?.
- text