મોરબીની આર.ઓ. પટેલ મહિલા કોલેજની છાત્રાઓ Bcom અને BCAમાં ઝળકી

- text


મોરબી : મોરબીની કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ સંચાલિત આર.ઓ. પટેલ મહિલા કોલેજની વિદ્યાર્થિનીઓએ વધુ એક વખત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કક્ષાએ પરિણામમાં ડંકો વગાડ્યો છે. બેચલર ઓફ કોમર્સ (બી.કોમ.)ની વિધાર્થિની ચાવડા નિકિતાએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કોમર્સ વિદ્યાશાખામાં ઓવરઓલ 1 થી 6 સેમેસ્ટરમાં યુનિર્વિસટી કક્ષાએ ત્રીજો નંબર અને મોરબી જિલ્લા કક્ષાએ દ્વિતીય નંબર મેળવી કોમર્સ વિદ્યાશાખામાં પોતાના નામનો ડંકો વગાડ્યો છે.

આ ઉપરાંત બેચરલ ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન (BCA)માં ઓવરઓલ 1 થી 6 સેમેસ્ટરમાં દેસાઈ પ્રિન્સીએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કક્ષાએ ચોથો નંબર તથા મોરબી જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર પ્રાપ્ત કરી કોમ્પ્યુટર વિદ્યાશાખામાં પોતાનું નામ રોશન કર્યું છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જુદી જુદી વિદ્યાશાખાઓની સરખામણીએ કોમર્સ વિદ્યાશાખામાં સ્ટુડન્ટ્સ સંખ્યા સૌથી વધુ જોવા મળે છે અને આટલી વિશાળ સંખ્યામાં મોરબીની સામાન્ય પરિવારની દીકરીઓએ કોઈ પણ પ્રકારના ટ્યુશન ક્લાસ વગર પોતાના આપબળે યુનિવર્સિટી કક્ષાએ ત્રીજા નંબર મેળવીને અનોખી સિદ્ધિ હાંસલ કરી છે.

- text

કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળના પ્રમુખ બેચરભાઈ હોથી, ઉપપ્રમુખ ત્રંબકભાઈ ફેફર, કોલેજના પ્રિન્સિપાલ અશ્વિનભાઈ ગામી, વાણિજ્ય વિદ્યાશાખાના હેડ ઓફ ડિપાર્ટમેન્ટ મયુરભાઈ હાલપરા તથા સર્વે કોમર્સ અને કમ્પ્યુટર સ્ટાફગણ તરફથી બંન્ને વિદ્યાર્થિનીને શૈક્ષણિક અને બિનશૈક્ષણિક પ્રવૃત્તિઓમાં આવી જ ઉત્તરોતર ઉન્નતિ કરી પરિવારનું ગૌરવ વધારીને સમાજ તેમજ રાષ્ટ્ર ઉપયોગી કામગીરી કરે તેવી શુભેચ્છા પાઠવવામાં આવી છે.

- text