- text
30થી 35 રૂપિયે કિલો મળતા ટામેટા 80થી 100 રૂપિયે કિલો પહોંચી ગયા : લીલા મરચા પણ તીખાંતમતાં થયા
મોરબી : બીપરજોય વાવાઝોડું અને ત્યાર બાદ વરસાદી માહોલમાં શાકભાજીની બજારમાં ભડકો કરી દીધો છે, માંડ સસ્તા થયેલા શાકભાજી છેલ્લા અઠવાડિયામાં મોંઘા દાટ થયા છે, હમણાં સુધી 30થી 35 રૂપિયે કિલો મળતા ટામેટા 80થી 100 રૂપિયે કિલો પહોંચી ગયા છે તો દાળશાક માટે જરૂરી મરચા પણ ભાવને કારણે તીખાંતમતમતાં થયા છે.
ચોમાસાનો ધીમા પગરવે પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે બિપરજોય વાવાઝોડા બાદ વાતાવરણ પ્રતિકૂળ થતા હાલમાં ગવાર, ભીંડો, રીંગણ, ચોળા સહિતના શાકભાજીના ભાવમાં મહદઅંશે ભાવ વધારા વચ્ચે છેલ્લા અઠવાડિયામાં ટામેટાએ વિરાટ કોહલીની જેમ સ્ફોટક સેન્ચુરી ફટકારી દીધી છે, અઠવાડિયા પહેલા 30થી 35 રૂપિયે કિલો મળતા ટામેટા 80થી 100 રૂપિયે કિલો પહોંચી ગયા છે તો મરચાના ભાવ પણ સળગી ગયા છે, એ ઉપરાંત ચા અને દાળશાકમાં જરૂરી એવા આદુના ભાવ તો 300 રૂપિયા સુધી પહોંચી જતા ગૃહિણીઓમાં દેકારો બોલી ગયો છે.
- text
- text