- text
ફાયર બ્રિગેડ સ્ટાફ બીજી ત્રણ દુકાનોમાં આગ બુઝાવવા કામ લાગ્યો
મોરબી : મોરબીના ગાળા ગામ નજીક ગેસના ગોડાઉનમાં ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. જો કે કલાકોની જહેમતના અંતે ફાયર બ્રિગેડ સ્ટાફે ગેસના ગોડાઉનમાં લાગેલી આગને બુઝાવી નાખી હતી. પણ ત્યાં સુધીમાં બાજુની ત્રણ દુકાનો આગની લપેટમાં આવી જતા ફાયર બ્રિગેડ સ્ટાફ આ ત્રણેય દુકાનોમાં આગ બુઝવવા કામે લાગ્યો હતો અને આગમાં ત્રણેય દુકાનો પણ ભસ્મીભૂત થઈ હોવાનું જાણવા મળે છે.
આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના ગાળા ગામના પાટિયા નજીક આવેલ કોમર્શિયલ કોમ્પ્લેક્સમા ગેસની એજન્સી કમ ગોડાઉનમાં આજે સવારે કોઈ કારણોસર આગ ભભૂકી ઉઠી હતી અને જોતજોતામાં આગમાં ગેસના સિલિન્ડર ભરેલા ગોડાઉન લપેટમાં આવી જતા ધડાકા ભડાકા સાથે ભીષણ જ્વાળાઓ નીકળી હતી. જો કે ગેસ જવનલશીલ હોય આગથી વધુ મોટી દુર્ઘટના સર્જાવાની ભીતિ સાથે આ બનાવની જાણ થતાં ફાયર સ્ટેશન ઓફિસર દેવેન્દ્રસિંહ જાડેજા સહિતની ટિમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને ફાયર બ્રિગેડની ટીમએ ગેસના ગોડાઉનમાં લાગેલી ભીષણ આગને સાવચેતી પૂર્વક બુઝાવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. આ અંગે ફાયર સ્ટેશન ઓફિસર દેવેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ગેસના સિલિન્ડરમાં લાગેલી આગને મહામહેનતે બુઝાવી નાખી હતી. પણ ત્યાં સુધી આગની ઝપટે બાજુમા આવેલ એક મોબાઈલ, હાર્ડવેર અને ઇલેક્ટ્રિકની દુકાનમાં આગ પ્રસરી ગઈ હતી.
- text
જેમાં બાજુમાં આવેલી એક હાર્ડવેર અને મોબાઈલની દુકાનમાં શટરથી આગ પકડી લેતા અંદર ફેલાય હતી સાથે જ એક ઇલેક્ટ્રિકની દુકાનમાં પણ આગ ભભૂકી ઉઠતા હાલ આ ત્રણેય દુકાનોમાં આગ બુઝાવવાના પ્રયાસો ચાલુ હોવાનું ફાયર બ્રિગેડે સતાવાર રીતે જાહેર કર્યું હતું.
- text