નેત્રા આંખની હોસ્પિટલને સફળતાપૂર્વક ત્રણ વર્ષ પૂર્ણ : અહીં આંખને લગતા રોગોની અદ્યતન મશીનરી વડે શ્રેષ્ઠ સારવાર

 

અત્યાર સુધીમાં 22000થી વધુ દર્દીઓનો સચોટ ઈલાજ, 800થી વધુ દર્દીઓનું સફળ ઓપરેશન

5500 ઓપરેશનનો બહોળો અનુભવ ધરાવતા ડો. વિશાલ રૂપાલાની સેવાનો લાભ ઘરઆંગણે

( પ્રમોશનલ આર્ટિકલ)મોરબી : આંખના તમામ પ્રકારના રોગોનું નિદાન, સારવાર તેમજ સર્જરીમાં જાણીતી બનેલી નેત્રા આંખની હોસ્પિટલે આજે સફળતા પૂર્વક ત્રણ વર્ષ પૂર્ણ કરી ચોથા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. જે અવસરે ટીમને ઠેર ઠેરથી અભિનંદન મળી રહ્યા છે.

મોરબીના અયોધ્યાપુરી રોડ પર જલારામ મંદિરની સામે સાવસર પ્લોટમાં પરમેશ્વર પ્લાઝા ખાતે ત્રીજા માળે નેત્રા આંખની હોસ્પિટલ આજે તા.23ના રોજ સફળતા પૂર્વક ત્રણ વર્ષ પૂર્ણ કરી રહી છે. આ ત્રણ વર્ષમાં કોરોનાના કપરાકાળ દરમિયાન પણ અહીં 22000થી વધુ દર્દીઓનો ઈલાજ કરવામાં આવ્યો છે. સાથે તેઓને સાચું માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવ્યું છે.

અહીં અદ્યતન કોમ્પ્યુટરાઈઝડ પદ્ધતિથી આંખની તપાસણી કરવામાં આવે છે. અહીં ફેંકોઈમલ્સીફિકેશન તથા લેઝરની સેવા ઉપલબ્ધ છે. લેઝર દ્વારા ચશ્માંના નંબર ઉતારવા માટેની તપાસ તેમજ ઓપરેશન સુવિધા, ટાંકા તથા ઇન્જેક્શન વગરના મોતીયાના ફેકોઈમલ્સીફિકેશન પદ્ધતિથી ઓપરેશન, ઇમ્પોર્ટેડ નેત્રમણી, ટોરિક તેમજ મલ્ટીફોકલ નેત્રમણી મુકવાની સુવિધા, વેલનું પ્લાસ્ટિક સર્જરી દ્વારા અદ્યતન પદ્ધતિથી ઓપરેશન, કીકીના રોગોનું નિદાન તેમજ સારવાર, ત્રાંસી આંખ તથા પડદાના રોગોનું નિદાન તેમજ ઝામરના દબાણની તપાસ તેમજ સારવાર ઉપલબ્ધ છે.

અહીં ડો. વિશાલ રૂપાલા (આંખના રોગોના નિષ્ણાંત)ની સેવા દર્દીઓને મળે છે. ડો. વિશાલ રૂપાલા 5500થી વધુ ઓપરેશનનો અનુભવ ધરાવે છે. સાથે તેઓએ સૌથી અનુભવી ડો. સાપોવાડીયા સર સાથે કામ કરવાનો તેમજ ગુજરાતની સૌથી અત્યાધુનિક સી.એચ. નગરી હોસ્પિટલમાં કામ કરવાનો ગોલ્ડન અનુભવ મેળવ્યો છે. ઉપરાંત એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં 5 વર્ષનો અનુભવ પણ લીધો છે.

નેત્રા આંખની હોસ્પિટલને ત્રણ વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ થતાં સર્વે દર્દીઓને વિશ્વાસ મુકવા બદલ તબીબ સહિતની ટીમ દ્વારા આભાર માનવામાં આવ્યો છે. વધુ વિગત માટે મો.નં. 7046729750 અથવા ફોન નં. 7433029751 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.