યોગ ભગાવે રોગ ! મોરબી જિલ્લામાં કાલે વિશ્વ યોગ દિવસે 1 લાખથી વધુ લોકો યોગ કરશે

- text


ઠેરઠેર મોટી સંખ્યામાં લોકો યોગ કરીને મન તંદુરસ્તી મેળવશે

મોરબી : મોરબી જિલ્લામાં આવતીકાલે બુધવારે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. જેમાં વહીવટી તંત્ર તેમજ સંસ્થાઓ દ્વારા વિશ્વ યોગ દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ઠેર-ઠેર મોટી સંખ્યામાં સમૂહ યોગના આયોજન કરાયા છે અને એક લાખથી વધુ લોકો યોગા કરી કરીને શરીર અને મનની તંદુરસ્તી મેળવશે.

- text

મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આવતીકાલે બુધવારે 21 જૂનના રોજ વિશ્વ યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી મોરબીના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાશે આ ઉપરાંત ઠેરઠેર વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે અને મોટી સંખ્યામાં લોકો યોગ પ્રાણાયમ કરશે. મોરબી જિલ્લામાં વહીવટી તંત્રના અંદાજ મુજબ વિશ્વ યોગ દિવસની ઉજવણી માટે 1,10157 લાખ લોકોએ નોંધણી કરાવી છે અને એટલા લોકો પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોગ કરશે.તેમજ અધિકારીઓ, પદાધિકારીઓ, કર્મચારીઓ પણ યોગમાં જોડાશે. આ ઉપરાંત ચારેય તાલુકામાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરશે. જેમાં 500-500 લોકો જોડાશે. આ વિશ્વ યોગ દિવસમાં યોગ સાથે સંકળાયેલી 8 જેટલી એનજીઓ જોડાશે.

- text